________________
૨૮૨ વક્રોક્તિછવિતા
[૩-૪૩. ત્યાં રૂવ વગેરે ઉપમાવાચક શબ્દોથી તેનું કથન કરવાની જરૂર નથી, કારણ, તેમને અર્થ સમજાઈ ગયું હોય છે. જેમ કે–
રાજાને પુત્ર હતા તેમ છતાં” ૧૭૦ જુઓ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૩૮ (પૃ. ૨૪).
વળી, જ્યાં બીજે કઈ અલંકાર વાપર્યા વગર જ, કવિ પદાર્થપરિવૃત્તિનું નિરૂપણ કરે છે ત્યાં પણ બંને વચ્ચેના અત્યંત સામ્યને પ્રગટ કરવા કવિએ જેલા કૌશલને જોરે બે વચ્ચે ઉપમાનેપમેય ભાવ એકદમ સમજાઈ જતું હોય છે. એવે સ્થાને પણ અભિવ્યક્તિના વૈચિત્ર્યને કારણે અલંકારનું સૌંદર્ય જ તેને સમજનાર તદ્વિદોને ચમત્કારનું કારણ થઈ પડે છે, અને ત્યાં (ઉપમા) અલંકાર પ્રતીયમાન જ હોય છે. ઉપમાવાચક ઈવાદિ ન વપરાયા હોય એવું ઉદાહરણ–
તલવારની ધાર એ કંઈ નીલેન્યૂલની માળા નથી.” ૧૭૧ જુઓ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૬૩ (પૃ. ૨૭૬).
પણ જ્યાં ઉપમા અલંકાર વાચ્ય હેય છે ત્યાં ઈવાદિ વાચકે અનેક રીતે વૈચિત્ર્યપૂર્વક વાપરી શકાય છે. આમ, પદાર્થ (શબ્દાર્થ) વિષયક ઉપમામાં વાક્યના એક ભાગમાં રહેલા ઉપમાન અને ઉપમેય વચ્ચે સામ્યસંબંધ દર્શાવવા ઈવાદિવાચક વપરાયા હોય ત્યાં તે જ વાક્યના બીજા ભાગમાં બીજા ઉપમાન-ઉપમેય વચ્ચેને સાદગ્યસંબંધ દર્શાવવા ફરી વાર ઈવાદિ વપરાય છે. જોકે ઉપમાન અને ઉપમેયનું પ્રત્યેક જોડકું સંપૂર્ણ હોય છે, તેમ છતાં આખા વાક્યના અર્થમાંથી ઉપમાન-ઉપમેય ભાવ પ્રતીત થાય એ માટે ઉપરની રીત જ કામમાં લેવી જોઈએ. જેમ કે
પછી સુર્ય જેમ પિતાનાં કિરણથી રસને ખેંચી લે છે તેમ પિતાનાં બાણથી ઉત્તરના રાજાઓને નાશ કરવા રઘુ ઉત્તર દિશામાં ચાલ્ય” (રઘુવંશ, ૪-૬૬) ૧૭૨