________________
૩૦૨ વક્તિજીવિત
[૩-૫૬ અહીં આપેલ નથી. તે જે વાસ્થમાં મૂક્યો હોત તે એટલે ચમત્કારક ન થાત, એટલે આ રીતે આક્ષેપ કહેતાં નિષેધરૂપી વચનવૈચિત્ર્યથી પ્રતીયમાન થતું હોવાને લીધે સહુદને આફ્લાદકારક બન્યું છે.
આ રીતે આક્ષેપનું સ્વરૂપ સમજાવ્યા પછી આ અલંકાર વિશે જે સાધારણ વાત કહેવાની છે તે કહે છે –
જેની વાત કરી રહ્યા છીએ તે દુષ્ટાંત વગેરે ત્રણે અલકાના કવિની વિરક્ષા પ્રમાણે બે પ્રકાર સંભવે છેઃ (૧) જે વસ્તુ હજી કહેવાની છે તેને લગતે, અને (૨) જે વસ્તુ કહેવાઈ ચૂકી છે તેને લગતે. અને વચલામાં એટલે કે અર્થાતરયાસમાં કેઈ વાર ફ્રિ શદ હોય છે અને કઈ વાર નથી પણ હતો.
આને સમજાવતાં કહે છે કે હમણું દષ્ટાંત વગેરે (એટલે કે દષ્ટાંત, અર્થાતરન્યાસ અને આક્ષેપ) જે ત્રણ અલંકારોની વાત કરી તે ત્રણેના બે પ્રકાર સંભવે છે. કયા હેતુથી ? તે કે કવિની વિવક્ષાને કારણે. એને અર્થ એ થયે કે આ પ્રકારે માત્ર સંનિવેશ કહેતાં ગોઠવણીનું વૈચિત્ર્ય જ દર્શાવે છે. એમની જુદી વ્યાખ્યા કરવાની જરૂર નથી. વચલા કહેતાં અર્થાતરન્યાસની ખાસ વિશેષતા એ છે કે એમાં હેતુવાચક “હિં શબ્દ હોય પણ ખરે અને ન પણ હોય. અર્થાત કોઈ વાર વપરાયે હોય અને કઈ વાર ન પણ વપરાયે હોય. આમ અર્થાતરન્યાસના બે પ્રકાર થાય છે. આ બે પેટા પ્રકારો અર્થાતરન્યાસના જ પડે છે. અર્થાત્ દષ્ટાંત અને આક્ષેપના આવા પેટા પ્રકારે પડતા નથી. આ પેટા પ્રકારનાં ઉદાહરણે અહીં આપ્યાં નથી. એટલે વાચકોએ આ પ્રકારે જાતે જ સમજી લેવા.
આમ સ્વરૂપવિશેષના પ્રતિષેધ કહેતાં ઈન્કાર પર જેના