________________
૭-૫૭
વતિજીવિત ૩૦૩ સૌંદર્યને આધાર છે એવા આક્ષેપ અલંકારની સમજૂતી આપ્યા પછી જેની શેભાને આધાર કારણના ઈન્કાર ઉપર છે એવા (વિભાવના) અલંકારનું નિરૂપણ કરે છે–
પ૭ સૌદર્ય સિદ્ધ કરવા માટે, વર્ણનીય વિષયની કેાઈ વિશેષતા કહેતાં અલૌકિકતાને કારણે, તેના પોતાના કારણને પરિત્યાગ કરીને જ્યારે તેનું વર્ણન કરવામાં આવે ત્યારે વિભાવના અલકાર થાય.
એમાં પ્રસ્તુત કાર્યની કોઈ વિશેષ (વિ) એટલે કે અલૌકિક સિદ્ધિ (માવના) થાય છે એવું ક૯૫વામાં આવે છે, માટે એને વિભાવના અલંકાર કહે છે. અર્થ એ છે કે એ કાર્ય કશાક વગરનું (વિ) હોવું જોઈએ. શાના વગરનું? તે કે એને ઉત્પન્ન કરવાને સમર્થ એવા કેઈ કારણના વ્યાપાર એટલે કે ક્રિયા (માવના) વગરનું. કેવી રીતે? તે કે પિતાના કારણને પરિત્યાગ કરીને. જે કારણની ક્રિયાને લીધે એ કાર્ય સંભવતું હોય તેને ત્યાગ કરીને. શા માટે ? તે કે સૌદર્યમાં વધારો કરવા માટે અર્થાત વર્ણનીય વિષયની કોઈ લેકોત્તર વિશિષ્ટતા દર્શાવવા માટે.
ટૂંકમાં કહીએ તે કારણરૂપ ક્રિયા વગર કોઈ કાર્ય થતું કલ્પવામાં આવે તેને વિભાવના અલંકાર કહે છે. જેમ કે–
શરીરના અકૃત્રિમ અલંકારરૂપ, મદના આસવ સિવાયના કારણરૂપ, અને કામદેવના પુષ્પ સિવાયના બાણુરૂપ બાલ્ય પછીની યૌવનવસ્થામાં તેણે પ્રવેશ કર્યો.” (કુમારસંભવ, ૧-૩૬) ૨૦૪
અહીં સામાન્ય પ્રસાધન વગેરે કૃત્રિમ કારણેને પરિહાર કરીને વર્થ વિષય પાર્વતીના લેકોત્તર સ્વાભાવિક સૌંદર્યની વિશિષ્ટતા દર્શાવવાને કવિને અભિપ્રાય છે.