________________
૨૦ વક્તિજીવિત
[૩-૪૮ અથવા જેમ કે–
તારી હજારે આંખની પાંપણની મને ડર લીલા જેવાની ઈચ્છાવાળા ભ્રમરો તળાવમાંનાં સુંદર ખીલેલાં નીલેત્પલેથી રીઝતા નથી.” ૧૮૨ અથવા જેમ કે –
“એને લક્ષમી તે મળી ગઈ છે, પછી એ શા માટે મને ફરી વાવવાનું કષ્ટ ઉઠાવે? એના મનમાં આળસ તે છે નહિ એટલે એ પાછો પહેલાંની માફક નિદ્રામાં પડે એ પણ મને સંભવ લાગતું નથી; બધા દ્વીપના સ્વામી એની પાછળ પાછળ આવે છે, એટલે એ ફરીથી સેતુ શા માટે બાંધે? આપને નજીક આવેલા જોઈને સમુદ્ર કંપી ઊઠયો છે અને ઉપર પ્રમાણે તર્કવિતર્ક કરે છે.” ૧૮૩
આ લેકમાં વિર્ય વ્યક્તિમાં નારાયણને આરેપ કર્યો વગર તેની પ્રવૃત્તિ જ સંભવતી નથી. આથી જ પૂર્વાચાર્યોએ આનંદવર્ધન વગેરેએ) એમ કહ્યું છે કે રાજામાં કરેલું નારાયણનું આપણુ એ પ્રતીયમાન રૂપકને દાખલે છે. તે પછી એને વાચ્ય વ્યતિરેકને દાખલે શી રીતે ગણી શકાય? એમ કેઈ કહે તે કહેવાનું કે તમારી વાત સાચી છે. પણ એને ખુલાસો એ છે કે પ્રતીયમાન વસ્તુ બે પ્રકારનું હોય છે: (૧) પિતાને અર્થ વ્યક્ત કરનાર શબ્દની વાચક શક્તિથી સમજાતું અને તેથી ગૌણ એવું, (૨) અર્થની વ્યંજનાશક્તિથી સમજાતું. પ્રાચીન આચાર્યો એમ માનતા કે વાચક શક્તિથી સમજાતે અર્થ ઉપમાન છે અને વિવક્ષિત અર્થને બંધ કરાવનાર તે અર્થની વ્યંજનાશક્તિ છે. પણ અમારે મતે, વાચક શબ્દને વ્યાપાર જુદો જ છે. અહીં પ્રાપ્તશ્રી વગેરે પદ વ્યંગ્યાર્થના સહસંબંધક તરીકે વપરાયેલાં છે. એ પદે પ્રસ્તુત પદાર્થ, વિશિષ્ટ શક્તિ ધરાવનાર દેવતા છે એવું પ્રતિપાદન કરે છે, એટલે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીં રૂપકગ્રતિરેક છે. કહ્યું છે કે –