________________
૩–૫૧]
વોક્તિજીવિત ૨૯૫ કરો'માં બે પ્રધાન વિશેષ્યોને ઉલ્લેખ છે અને તેમાં કશી અસંગતિ નથી પણ એ ન્યાય અહીં લાગુ પડી શકે એમ નથી. કારણું, એ બંને સર્વશક્તિમાન હોઈ જગતનું રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે એ સમજાય એમ છે, એટલે એ બંને જગતનું રક્ષણ કરો એમ કહેવામાં કશું અસંગત નથી, અને એ બંનેને નામ દઈને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. જ્યારે આ શ્લેકમાં તે પરસ્પર કશા સંબંધ વગર જ બે પદાર્થોને એકી વખતે એક વાક્યમાં ભેગા મૂક્યા છે એનું કોઈ વાજબી કારણ નથી અને એટલે એનું કશું મૂલ્ય નથી.
હવે અહીં કેઈ એવી દલીલ કરે કે “જેમ કોઈ વૃક્ષને પવને તેડી પાડયું હોય તેમ આ મહાપુરુષને વિધિએ પાડી નાખે છે એ અર્થ અહીં લેવાને છે, તે કહેવાનું કે એમ કરવાથી ઉપમાન અને ઉપમેયને સંબંધ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે, અને તે પછી એને સમાવેશ બીજા (ઉપમા) અલંકારમાં કરતાં કેણ રોકી શકે એમ છે? અથવા જે એમ કહે કે અહીં વૃક્ષને જ સ્પષ્ટ ઉલ્લેખ હેઈ મહાપુરુષને અર્થ તે વ્યંજનાથી સમજાય છે, તે એ તે ચેખે અપ્રસ્તુતપ્રશંસાને જ દાખલ થયે. આમ બીજો અલંકાર ગણવાની જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિશેષણે બંનેને લાગુ પડે એવા બે અર્થો દર્શાવતાં હેઈ અહીં શ્લેષ છે એને ઈન્કાર થઈ શકે એમ નથી. આમ પાછા ઠેરના ઠેર આવી પહોંચીએ છીએ.
આ કહેવાતી સમાસક્તિને બીજો એક દાખલે લઈએ, જેમાં એનાં લક્ષણે સ્પષ્ટ જોઈ શકાય એમ છે –
“અનુરાગવતી સંધ્યા, સામેથી દિન આવતે, અહ દૈવગતિ કેવી! તથાપિ ન સમાગમ.” |
(વન્યાલેક, ૧–૧૩) ૧૨ આ લેકમાં સંધ્યા અને દિવસ બંને પ્રધાનપણે પ્રસ્તુત હોઈ, સમાન વિશેષણને કારણે થતી કાન્ત-કાન્તા-વ્યવહારની પ્રતીતિ