________________
(૩-પર]
વતિજીવિત ર૯૭ હે હસ્ત દક્ષિણ, શિશુ દ્વિજને મરેલો જિવાડવા કર તું ઘા મુનિ શુદ્ર માથે, જે પૂર્ણ ગણિી સખી ત્યજવે પ્રવીણ તે રામને તું કર, ક્યાંથી તને દયા તે?” (ઉત્તરરામચરિત, ૨-૧૦; અનુ. ઉમાશંકર જોશી) ૧૫
આ લેકમાં મુખ્ય અર્થની શોભા વધારવા માટે બીજા વાક્યથી કહેવા જેવી વસ્તુ એકના એક વાક્યમાં ગૂંથી લેવામાં આવી છે. આ વધનું કૃત્ય ન્યાયની રીતે જોતાં કરવું જ પડે એમ છે, છતાં એમાં રહેલી કરુણતાને કારણે ન કરવા જેવું લાગે છે, તેમ છતાં એની ઉપેક્ષા પણ થઈ શકે એમ નથી. “કઠોરગર્ભા પિતાની રાણુને સુધ્ધાં દેશવટ દેવામાં કુશળ એવા રામને તું હાથ છે, એટલે તારામાં દયા ન હોય એ જ ઉચિત છે. તેથી બ્રાહ્મણના બાળકને બચાવવા માટે આ શૂદ્રમુનિ અવધ હોવા છતાં તેની ગરદન પર તારી તલવાર પડવા દે.” આ એક વિચાર થયે એની સાથે સાથે જ વ્યક્ત થયેલે બીજો વિચાર એ છે કે “ન્યાયની રીતે જોતાં અવશ્ય કરવા જેવું હોવા છતાં, એમાં રહેલી કરુણતાને કારણે તને ન કરવા જેવું લાગતું હોય તેયે કઠોરગર્ભા પોતાની રાણીને દેશવટો દેવામાં કુશળ એવા શૂરશિરોમણિ રામને તું હાથ છે, એટલે મુનિને મારે એની તારે મન શી વિસાત?” આ બંને અર્થોથી વિપ્રલંભશૃંગારને પરિપષ થતું હોઈ “રામ' શબ્દની કોઈ અપૂર્વ રૂઢિવૈચિત્ર્યવકતા પ્રગટ થાય છે. બીજું ઉદાહરણ
તારે જે કહેવું હોય તે બધું કહી દે, “હે સખિ, પતિ પ્રત્યે કઠોરતા સારી નહિ.” “તેને સમજાવીને લઈ આવ, “જે અપરાધ કરતે હોય તેને સમજાવે શી રીતે?’ જવાને શો અર્થ? જવું ગ્ય નથી.” “ઓ માનિનિ, પ્રિય સાથે રૂસણું શું? સ્ત્રીઓની આવી વાતચીત સાંભળીને પુરુષને