________________
૨૯ વક્રોક્તિછવિત
[૩-પર બંને પ્રસ્તુત પદાર્થો વચ્ચે સાદગ્ધને સંબંધ પ્રગટ કરે છે એટલે એ પ્રતીયમાન ઉપમા સિવાય બીજું કશું નથી. જો એમ માનીએ કે કાન્તકાન્તા-વ્યવહાર વ્યંજનાથી પ્રધાનપણે સમજાય છે, કારણ, અપ્રસ્તુત સંધ્યા અને દિવસને સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે, તે એ તે અપ્રસ્તુતપ્રશંસાને દાખલ થયે.
ઉપરનાં જ બે કારણોને લીધે સહક્તિને પણ અમે જુદો અલંકાર માન્ય નથી. એનાં લક્ષણ અને ઉદાહરણ પ્રાચીને એ આ પ્રમાણે આપેલાં છે–
જ્યારે બે ક્રિયાઓ બે કર્તાઓ દ્વારા એકી વખતે થતી એક જ શબ્દથી વર્ણવાય ત્યારે સક્તિ અલંકાર થાય, જેમ કે –
“બરફ પડવાને લીધે ઝાંખી થયેલી દિશાઓવાળી, ગાઢ આલિંગનનું કારણ બનતી રાત્રિએ કામીઓની પ્રીતિની સાથોસાથ વૃદ્ધિ પામે છે.” (ભામહ, ૩-૩૯, ૪૦) ૧૭, ૧૯૪
અહીં પરસ્પર સામ્યસંબંધની ચારતાને કારણે ઉપમા અલંકાર જ છે. એવી ચારતા આવશ્યક ન માનીએ તે “શિષ્યની સાથે અધ્યાપક વાંચે છે, “પુત્રની સાથે પિતા ઊભે છે એવાં ચારુતાશૂન્ય વાક્યોને પણ સહેક્તિનાં ઉદાહરણ ગણવાં પડશે.
એટલે સમાસક્તિ અને સહક્તિ એ બે અલંકારોને અલંકાર ગણવા એ તર્કસંગત નથી એમ બતાવીને હવે ગ્રંથકાર સહેક્તિની તર્કસંગત વ્યાખ્યા આપે છે –
૫૨ જ્યાં એક જ વાક્યમાં વર્ણનીય પદાર્થની શોભા માટે, બે પદાર્થોનું એકી સાથે વર્ણન કરવામાં આવે તેને વિદ્યાને સહતિ અલકાર કહે છે.
આને સાર એ છે કે જ્યારે કોઈ બીજા વાકય વડે કહેવા જેવી વસ્તુ, પ્રસ્તુત વસ્તુની ચારુતા વધારવા માટે, એક જ વાક્ય વડે કહેવામાં આવે ત્યારે સક્તિ અલંકાર થાય. જેમ કે