________________
ર૯૪ વક્તિજીવિત
[૩-૧૪ જે સમાસક્તિ અલંકાર કહેવાય છે તે અમારે મતે અલ. કાર જ નથી, કેમ કે તેમાં જુદો અલંકાર થવાની લાયકાત નથી.. શાથી? તે કે એમાં બીજા અલંકારનાં લક્ષણ છે માટે. વળી. એમાં સૌદર્ય નથી માટે પણ. આને અર્થ એ થયે કે જે એમાં રમણીયતા હોય તે એ કોઈ બીજા અલંકારમાં સમાઈ જાય છે. અને જે રમણીયતા જ ન હોય તે પછી એ અલંકાર જ રહેતે. નથી.
એનાં લક્ષણ અને ઉદાહરણ પ્રાચીનએ આ પ્રમાણે આપેલાં
જ્યાં કોઈ એક કથનમાંથી તેમાંના સમાન વિશેષણને જે રે બીજો અર્થ પ્રતીત થતું હોય ત્યાં સંક્ષિપ્તતાને કારણે એને સમા સેતિ અલંકાર કહે છે. જેમ કે –
મેટાં થડવાળું, સીધું, સાપ વગરનું, દઢ અને અનેક મેટાં ફળ આપનારું એ વૃક્ષ ઊંચું થયું ત્યાં જ પવને તેને. પાડી નાખ્યું.” (ભામહ, ૨-૭૯, ૮૦) ૧૯૦, ૧૯૧
આ લેકમાં વૃક્ષ અને મહાપુરુષ બંને પ્રધાન છે એમ માનીએ તે મહાપુરુષની બાબતમાં જેમ વિશેષણે કહેલાં છે તેમ વિશેષ્ય મહાપુરુષને પણ બીજા શબ્દથી ઉલ્લેખ કરે જેતે હતે. અથવા વિશેષ્યને બેધ વ્યંજનાથી થાય છે એમ માની લેવું જોઈએ, કારણ એ વગર વિશેષણની સંગતિ સધાતી નથી. જે આપણે વ્યંજનાથી આમ કલ્પી લઈએ તે એમાં કશે ચમત્કાર રહેતું નથી. એટલે સૌદર્યને પૂરે અભાવ સ્પષ્ટ થાય છે. આમ, એ બંનેના સ્વભાવ જુદા છે એટલે એ બંનેને પ્રધાન વિષય તરીકે એક વાક્યમાં મૂકવા માટે કઈ સંગત કારણ આપવું જ જોઈએ. કેમ કે બે પ્રધાન વણ્ય વિષયે વચ્ચે પરસ્પર કેઈ સંબંધ જ ન હોય તે એ બંનેને ભેગા કરવા એ તર્કસંગત નથી. ઉપર ૧૭૯ભા ઉદાહરણમાં (પૃ. ૨૮૮) કામરિપુની મૂર્તિ અથવા ઉમા જગતનું રક્ષણ