________________
[૩-૫૦ “પુષ્પિત પૃથ્વી તેનું ધનુષ છે, ભ્રમરાની હાર તેની પછ છે, પૂર્ણચંદ્રોદય એ વિજયનો સમય છે, કમળ અને કેતકી જેવાં પુષ્પા તેનાં ખાણુ છે અને છતાં એ કામદેવપી યુદ્ધો ત્રણે લોકમાં વિજય મેળવવાના ભારે સુંદર આગ્રહ સેવે છે.” ૧૮૬
આ શ્લોકમાં સકળ લેકમાં પ્રસિદ્ધ એવાં શસ્ત્રાદિ ઉપકરણાથી વિજય મેળવવાની ઇચ્છાવાળા વ્યવહાર કરતાં કામદેવના સુકુમાર ઉપકરણાથી વિજય મેળવવાની ઇચ્છાવાળા વ્યવહુાર ચડી જાય છે. અહીં કોઇ એવા પ્રશ્ન ઉઠાવે કે પૃથ્વી વગેરેને ધનુષ વગેરેનું રૂપ આપ્યું છે તેથી આ રૂપકવ્યતિરેક જ છે, (અને વ્યતિરેકના નવા પ્રકાર ન કહેવાય), તા એને જવાબ એ છે કે એ સાચું નથી. રૂપકવ્યતિરેકમાં પહેલાં રૂપણુ એટલે કે વસ્તુ ઉપર બીજી વસ્તુના અધ્યારાપ કરવામાં આવે છે, અને પછી તેમાંથી જુદાપણુ` મતાવવામાં આવે છે જ્યારે અહીં તા સકળ લેાકપ્રસિદ્ધ સામાન્ય વ્યવહારથી જુદાપણું બતાવવામાં આવે છે. (એટલે કે સામાન્ય રીતે જગતમાં જે સાધનાથી વિજય મેળવવામાં આવે છે તેના કરતાં જુદાં જ સાધના વડે કામદેવ વિજય મેળવે છે એ તેની વિશેષતા પ્રગટ કરવામાં આવી છે.) પૃથ્વી વગેરે પર ધનુષ વગેરેનું આરોપણ કરવામાં આવ્યું છે તેને માત્ર વિશેષતા બતાવવાનું નિમિત્ત જ ગણવાનું છે. (એ કવિનું મુખ્ય વક્તવ્ય નથી )
આમ વ્યતિરેકના વિચાર કર્યા પછી દ્વેષની નિકટ હાવાને કારણે ક્રમપ્રાપ્ત હાઇ વિરાધાલ કારની ચર્ચા હાથ ધરે છે.
૨૯૨ વાક્તિજીવિત
૫૦
વિરુદ્ધ ાના વાચકાની સંગતિ સાધીને તેની પ્રતીતિને તર્ક સગત કરવામાં આવે ત્યારે વિરાધાલ’
કાર થાય.
જે અલંકાર પરસ્પરવિરુદ્ધ અર્થની પ્રતીતિ કરાવનાર વિધાને વચ્ચે જ તે જ અર્થના ખીજા શબ્દ દ્વારા અથવા અર્થમાં રહેલા