________________
૩-૪૮]
વક્રોક્તિછવિત ૨૮૯ આ રીતે, વાક્યબંધનું વૈચિત્ર્ય સાધવાની શક્તિ અને બુદ્ધિથી રચાતો માણવા લાયક શ્લેષાલંકાર પતાવી, સામ્યમૂલક હેઈ ઉપમા, રૂપક અને લેષમાંથી પ્રગટતા વ્યતિરેક અલંકારનું નિરૂપણ કરે છે.
૪૮ શ્લિષ્ટ શબ્દથી સમજાતા બે અર્થો વચ્ચે સામ્ય હેવું જોઈએ. છતાં પ્રસ્તુતને ઉત્કર્ષ સાધવા માટે, જે એક અથને ધમ બીજા કરતાં ચડિયાત છે એવું બતાવવામાં આવે તે વ્યતિરેક અલંકાર કહેવાય. એના બે પ્રકાર છેઃ (૧) શાદ અને (૨) પ્રતીય માન.
આને સમજાવતાં કહે છે કે “તછે એટલે લિષ્ટ શબ્દ એ બે અર્થને બંધ કરાવતે હવે જોઈએ. તે ઉપરાંત, એ પ્રસ્તુત અને અપ્રસ્તુતને લગતા અર્થો વચ્ચે પરસ્પર સામ્ય હોવું જોઈએ. આ બંને શરતે બંનેને લાગુ પડે છે, એટલે બંને પદાર્થો જ વર્ય વિષય હોય એમ લાગે. એ બે પ્રસ્તુત અને અપ્રસ્તુતમાંથી કવિ યથારૂચિ કેઈ એકમાં કઈ વિશેષ ધર્મનું આરોપણ કરી તેને કારણે તેને બીજાથી જુદો જ બતાવે છે, એટલે કે ઉપમાનથી ઉપમેય જુદું છે એમ બતાવે છે, ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે. કવિ આમ શા માટે કરે છે? તે કે પ્રસ્તુતને ઉત્કર્ષ સાધવા માટે, તેના સૌંદર્યમાં વધારે કરવા માટે. એ વ્યતિરેક અલંકાર બે પ્રકાર હોય છે: (૧) શાબ્દ એટલે કે કવિઓમાં જાણીતે અને તેને બોધ કરાવવાને સમર્થ એવા શબ્દોથી કહેવાયેલે. (૨) પ્રતીયમાન એટલે આખા વાક્યના અર્થને જેરે સમજાતે.
પહેલા પ્રકારના તારતમ્યને વ્યક્ત કરતું ઉપમાવ્યતિરેકનું ઉદારણું–
' ' “લેકે એમ જ તેના કપલને ચંદ્રની ઉપમા આપે છે, પણ ખરું જોતાં, ચંદ્ર તે બચારા ચંદ્ર જેવો છે.” ૧૮૧
૯