________________
૩-૪૫]
વક્રોક્તિજીવિત ૨૮૫ વ્યક્ત થ જોઈએ. અહીં શબ્દની સભાનતા એટલે શબ્દના સંભળતા વર્ણોની સમાનતા. એક જ વર્ણ ઉદાત્તાદિ સ્વરભેદ ઉચ્ચારાય તે તે જુદે લાગે છે અને જુદો ગણાય પણ ખરે. એટલે અહીં જે સામ્ય ઉદ્દિષ્ટ છે તે બે શબ્દો વચ્ચેનું પરસ્પર સાદેશ્ય છે. વાક્યના એક ભાગમાં આપણને એમ લાગે કે આ શબ્દ આ અર્થને વાચક છે, અને પછી એમ લાગે કે એ જ શબ્દ બીજા અર્થને પણ વાચક છે. આમ જ્યારે બને ત્યારે પદાશ્રિત ષ. અલંકાર થાય. આમ દ્વિઅર્થી એક જ શબ્દ દ્વારા બે અર્થોને બંધ કરાવી શકાય છે. બંને અર્થો એક જ શબ્દ દ્વારા સમજાય છે તેથી ત્યાં શ્લેષ જ છે એમ શી રીતે કહી શકાય? માટે કહે છે કે શ્લેષને અનુભવ ત્રણ પ્રકારના પદાર્થોથી ત્રણ રીતે થાય છે. (એટલે કે ૩ષના ત્રણ પ્રકાર છેઃ (૧) અર્થલેષ, (૨) શબ્દલેષ અને (૩) ઉભયશ્લેષ.
એવા આ ત્રિવિધ લેવાનું પ્રતિપાદક શું છે? એમ કોઈ. પૂછે તે કહે છે–
- ૪૫ કવિઓ એટલે કે વિદ્વાને કહે છે કે શ્લેષનું પ્રતિપાદક (૧) શ્લિષ્ટ શબ્દ સિવાયનું હોય છે, તેમ જ (૨) આખા વાકયની વ્યંજના તથા (૩) કેઈ વાર ઇવાદિ વાચક શબ્દ પણ હોય છે.
વિદ્વાને એમ માને છે કે શ્લેષાલંકારનું પ્રતિપાદક (૧) ક્લિષ્ટ શબ્દ સિવાયનું કંઈ બીજુ જ હોય છે. (૨) કેટલીક વાર ઈવાદિ વાચકે પણ એનું પ્રતિપાદન કરે છે વળી (૩) કેઈ વાર વાક્યર્થની વ્યંજના પણ એની પ્રતિપાદક બને છે. કહેવાની મતલબ એ કે વિવક્ષિત ગભિતાર્થ પ્રગટ કરવાની શક્તિ આ ત્રણમાંના કેઈ એકમાં હોય છે.
આ ત્રણે પ્રકારમાં બે અર્થે પ્રધાનપણે વણ્ય વિષય હોય છે. અને જ્યારે શબ્દોના દ્વિઅથી પણાને લીધે પ્રાપ્ત થતું સામ્ય