________________
૨૮૪ વક્રોક્તિજીવિત
[૩-૪૩ હોય ત્યારે તે બંનેને સરખાં વિશેષ લાગ્યાં હોવાને લીધે જ તેમને ઉપમાનેપમેય ભાવ સમજાઈ જાય છે. એ ઉપમાનેપમેય -ભાવનું કથન કરવા માટે ઈવાદિ વાચકોને ઉપગ અવશ્ય કરે જોઈએ. એ વિશેષણના પરસ્પર સામ્યના કથન માટે પહેલાં કહેલી યુક્તિ જ વાપરવી. જેમ કે –
“અંગે લાલ ચંદનને લેપ કરેલા.” (૧૭૫) જુઓ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૩૧ (પૃ. ૨૬૨).
ઉપમાના આવા બધા જ દાખલાઓમાં સામ્યને બેધ અભિવ્યક્તિના વૈચિત્ર્યથી તેમ જ ઈવાદિ ઉપમાવાચક શબ્દોના વૈચિત્ર્યથી થતું હોય છે.
ઉપમાદેનું તે ઉપમાની વ્યાખ્યા સારી રીતે કરી હોવાથી જ નિવારણ થઈ જાય છે, એટલે તેયાર્થ વગેરેની પેઠે ગણાવતા નથી.
(“જ્યારે વિવણિત વિષયને ધર્મ મનહર રીતે કહેવામાં આવ્યું હોય છે ત્યારે દેશે આપોઆપ જ દૂર હડસેલાઈ જાય છે.”) ૧૭૬
આ અંતરકલેક છે.
આમ, પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેનું વાચ્યસાદશ્ય જેનું જીવિત છે એવા ઉપમા નામના અલંકારને સમજાવ્યા પછી લગભગ એના જેવી જ શભા ધરાવતા વાચકસાશ્યમૂલક લેષનું નિરૂપણ કરે છે–
४४
જયારે બે અર્થો એક જ શબ્દ મારફતે વ્યક્ત થાય ત્યારે વાચકની કહેતાં શબ્દની એ બે અર્થોને બંધ કરાવનારી શક્તિને શ્લેષ નામને અલંકાર કહે છે.
આને સમજાવતાં કહે છે કે કારિકામાં જે તન શબ્દ છે તે શ્લેષનું કારણ બનનાર દ્વિઅર્થી શબ્દને માટે વપરાય છે. એ શબ્દમાં બે અર્થ વ્યક્ત કરવાની શક્તિ હોવી જોઈએ. એનાથી બેવડે અર્થ