________________
વાક્તિજીવિત ૨૮૧
‘પુરુષવ્યાઘ્ર' સમાસમાં સાધારણ ધર્મના પણ મેધ થાય છે. કારણ, ઉપમાન-ઉપમેય વચ્ચે સંબંધ સ્થપાયા વગર ઉપમાનઉપમેય ભાવ જ સ્થપાતા નથી. પણ એ સંબંધ તો એ પદાર્થો પાસે પાસે મૂકવા માત્રથી જ સમજાઈ જતા હાઈ સાધારણ ધર્મનું કથન શબ્દો દ્વારા કરવામાં આવતું નથી. એટલે પાણિનિના વ્યાકરણમાં કહ્યું છે કે જ્યારે વ્યાઘ્ર વગેરે શબ્દા ઉત્તરપદ હાય ત્યારે સમાસ ઉપમિત હોય છે, અને સાધારણ ધર્મ શબ્દથી કહેલા હાતા નથી.” ઇન્દુકાન્તમુખી' જેવા સમાસમાં (ઇન્દુ જેવું સુંદર મુખ છે જેનું તે) સાધારણ ધર્મ કહેલે પણ હાય છે. એમાં, ઉપમાન સમાન ધર્મવાળા શબ્દો સાથે સમાસ પામે છે એ નિયમને આધારે, પહેલાં, આગલાં બે પદોના સમાસ થાય છે, ઇન્દુકાન્ત (ઇન્દુના જેવું સુંદર). એ પછી જેનું મુખ ઇન્દુ જેવું સુંદર છે તે ઇન્દુકાન્તમુખી એવા સમાસ થાય છે. સામાન્ય ધર્મવાચક શબ્દ સમાસમાં કે વાકયમાં બંનેમાં ચેાન્ય રીતે પ્રાપ્ત થતા હાવાથી સામાન્ય ધર્મ શબ્દથી કહેવા ન કહેવા વિશે કોઈ નિર્ણા યક નિયમ નથી. જ્યારે એવા શબ્દની સાથે ખીજા શબ્દના સમાસ રા હાય, જેમાં સાધારણ ધર્મ સ્પષ્ટપણે કહેલે હેાય ત્યારે ત્યાં આક્ષેપ કે વ્યંજના છે એવું શી રીતે કહી શકાય?
૩-૪૩]
આમ, આપણે એવા નિર્ણય ઉપર આવી શકીએ કે વિવક્ષાને આધારે કોઈ વાર સાધારણ ધર્મ સૂચિત હોય છે તેા કાઈ વાર કહેલા હાય છે. જ્યારે સાદૃશ્ય ધરાવતા એ પદાર્થા વચ્ચેના સામાન્ય ધર્મ સૂચિત હાય છે ત્યારે તે શબ્દથી કહેવાયા નથી હોતા. શબ્દના ઉપયાગ અર્થના મેધ કરાવવા માટે જ થાય છે. તે જો કવિકૌશલને લીધે ખીજી રીતે થઈ જતા હાય તે પછી શબ્દ વાપરવાથી શું ? એટલે જો કોઈ વાકયમાં ઉપમાન અને ઉપમેય વચ્ચેનું સામ્ય, નહિ વધુ નહુિ ઓછું એ રીતે, શબ્દથી કે સૂચનથી નિરૂપાયું હાય તા ત્યાં વાકય સાંભળતાંની સાથે જ, ક્રમવાર વર્ણ સંભળાય તે સાથે જ અલકારની પણ પ્રતીતિ થતી હાય છે, અને