________________
૩૪૪૩]
વતિજીવિત રહe “થા, રૂવ, વત્ત વગેરે શબ્દો વગર જ માત્ર ક્રિયા દ્વારા જ તેના વિશિષ્ટ અર્થને પ્રગટ કરે તે નિર્દશના.” (ભામહ, ૩-૩૩) ૧૬૬ એનું ઉદાહરણ આ પ્રમાણે આપેલું છે–
ચડવું તે પડવા માટે જ છે, એ શ્રીમંતને ઉપદેશ આપતે આ ઝાંખે પડી ગયેલે સૂર્ય અસ્ત પામે છે.” (ભામહ, ૩-૩૪) ૧૬૭
આ કલેકમાં સામ્યની પ્રતીતિ “આ તેના જેવું છે કે “આ તે જ છે વગેરે વાચક શબ્દ વાપર્યા વગર જ કવિપ્રતિભાને બળે કરાવવા ધારી છે અને તે સામર્થ્યયુક્ત વાકયના જેરે થાય છે, એટલે આને પ્રતીયમાન ઉલ્ઝક્ષાનું ઉદાહરણ ગણવું જોઈએ.
ચંચળ વીજળીરૂપી મશાલ લઈને રાત્રિએમાં મે, જઈ રહ્યા છે જેકી કરી રહ્યા છે, તેમની ગંભીર ગર્જના સાંભળીને કઈ વિરહી સ્ત્રી જીવતી રહી શકે ?” ૧૬૮
મેઘગર્જના સાંભળીને કેટલીક સ્ત્રીઓ વિજળીના ઝબકારાવાળી કાળરાત્રિએ મેઘે ભણી જોઈ રહી છે, એવું વર્ણન છે...... પણ એ મહિલાઓને અભિપ્રાય શું છે તે નક્કી ન થઈ શકવાથી અને વાક્યને અર્થ બીજી રીતે ઘટાવી શકાતું નથી એટલે પહેલાં કહ્યું છે તે જ અહીં પણ લાગુ પાડવું.
એને અર્થ કલ્પલતા વિવેક એ કરે છે કે ઉપ્રેક્ષાને પ્રતીયમાન ગણી હતી તેમ અહીં પણ ગણવું.
“ચંદ્ર પોતાના અર્ધા ઊગેલા બિબના સૌંદર્યથી બલરામના મંદપ્રભાવાળા સૌંદર્યને ઝૂંટવી લીધું.” ૧૬૯
અહીં પણ અર્ધા ઊગેલા ચંદ્રના બિંબની શોભાની સાથે બલરામના લલાટની સુંદરતાનું સામ્ય “મંદપ્રભા' એ વિશેષણને બળે સૂચવાય છે. એના સિવાય અહીં કાવ્યચમકારનું બીજુ