________________
વાક્તિજીવિત ૨૦૭
કુલપતિએ બતાવેલી કુટીરમાં માત્ર પેાતાની પત્ની સાથે કુશના બિછાના ઉપર સંયમપૂર્વક રાત ગાળી — તેના શિષ્યાના અધ્યયનના અવાજથી જ ખબર પડી કે રાત પૂરી થઈ છે.” (રઘુવંશ, ૧–૯૫) ૧૬૪
આ શ્લાકમાં બધાં જ પો ખીજાં પરિવર્તનીય પદોનું (જેમ કે કુટીર એ રાજમહેલનું, પત્ની એ પરિજનાનું, કુશનું બિછાનું એ આરામદાયક છત્રપલગનું, સંયમ એ વિલાસનું) સૂચન કરે છે, તેથી એ પ્રતીયમાનતાને લીધે તદ્વિદાને આનંદ આપનાર થઈ પડે છે. અહીં કોઇ કદાચ એવા પ્રશ્ન ઉઠાવે કે અહીં પરિવૃત્તિ સૌદર્યનું કારણ નથી ? કેમ કે એના વગર આ અર્થ જ માર્યો જાય છે. એના જવાબ એ છે કે વાત સાચી છે. અહીં પરિવૃત્તિ છે જ નહિ એવું અમે કહેવા નથી માગતા, પણ તે વર્જ્ય વિષય હાઈ અલકાર ન બની શકે એટલેા જ અમારી અભિપ્રાય છે. વળી, કેવળ પ્રતીયમાન હોવાને કારણે જ કોઈ અલકાર ખનતા નથી. કારણ, અલંકાર્ય વસ્તુમાત્ર પણ પ્રતીયમાન હાઈ શકે છે. આ શ્લાક જ એનુ ઉદાહરણ છે. વળી, જે કંઈ પ્રતીયમાન હાય તે દ્દિાને આનંદ આપનાર હાઈ અલકાર ગણાય, એમ પણ ન કહી શકાય. કારણું, અલ'કાર્યમાં પણ તદ્વિદેને આનંદ આપવાના ગુણ જોવામાં આવે છે. અમે કાવ્યનાં વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિ એવાં જે જુદાં જુદાં ત્રણ તત્ત્વા ગણાવેલાં છે તે વ્યવસ્થા પણ તૂટી પડે.
8-૪૩]
ઉપરાંત, પરિવૃત્તિને જો અલ'કાર માનીએ તે એને શણુગારવા માટે બીજા કોઈ અલકારની જરૂર જ ન હોવી જોઈએ. પણ અત્યાર પહેલાં ટાંકેલા ઉદાહરણ (૧૬૦; પૃ. ૨૭૫)માં તે ખીજા અલકારા જોવા મળે છે. એના પૂર્વાધ એવા છે કે— “તે જુવાનીમાં જ શણગારા ઉતારી નાખીને ઘડપણમાં શોભે એવું વલ્કલ કેમ ધારણ કર્યું છે?” પણ ઉત્તરા આ પ્રમાણે છે—