________________
૨૭૬ વક્તિ જીવિત
[૩-૪૩ પહેલાં જોયેલા સમુશ્ચિતપમા અલંકારની પેઠે અહીં પણ ઉપમા અલંકાર જ માનવે પડશે. જેમ કે –
“ઉતાવળ કરવાથી રખેને તે ઉદ્વેગ પામે એમ વિચારી તે મહાબાહુ રાજાએ નવી જ હાથમાં આવેલી પૃથ્વીને નવપરિણીતા વધૂની જેમ મૃદુતાથી ઉપભેગ કર્યો.” (રઘુવંશ, ૮-૭) ૧૬૨
અહીં પૃથ્વી રૂપી વધૂને મૃદુતા અને પ્રેમથી ભોગવવાને રાજાને પ્રયત્ન પ્રતીત થાય છે, કારણ, (પૃથ્વી અને વધુ) બંને અહીં વચ્ચે વિષય છે, અને બંને અહીં સ્થાન વિનિમય કરે છે, તેમ છતાં સામ્યની પ્રતીતિ થતી હોઈ અહીં ઉપમા અલંકાર જ છે. જેમ કે –
આ રણ ચારણને જીવ લેનાર છે, ભલે એમાં અજનના સૈનિકે આનંદ લેતા. આ વ્રતમાં તે માથાંનાં બલિદાન અપાય છે. તલવારની ધાર એ કંઈ નીલેલ્પલની માળા નથી.” ૧૬૩ .
કલ્પલતાવિવેક આ લેક વિશે કહે છે કે મોટી તલવારની ધાર અને ઉત્પલની માળામાંથી એક હાજર છે અને બીજી હઠી ગઈ છે. એ બંને વચ્ચે નીલત્વ અને દીર્ઘત્વ વગેરેને કારણે સામ્ય પ્રતીત થાય જ છે. તે જ રીતે, મંગલ વાદ્યોવાળ ઉત્સવ ઉઠી જાય છે અને રણસંગ્રામ હાજર થાય છે. એટલે માથાં હઠી જાય છે અને તલવારની ધાર પ્રવતી રહે છે; આમ, એમાં પરિવૃત્તિ કહેતાં વિનિમય છે જ. તેમ છતાં તેમની વચ્ચે, ઉપર કહ્યું તેવું, સામ્ય પ્રતીત થતું નથી, એવું પછી પણ સમજી લેવું..
સામ્યપ્રતીતિને લીધે જ અહીં ચારુતાને અનુભવ થાય છે, અને માટે જ એને અલંકાર ગણીએ છીએ. આ પ્રસંગે કવિઓ સૌંદર્ય સાધવા માટે કેવળ વાચ્ય સામ્યને જ નહિ પણ પ્રતીયમાન સામ્યને પણ ઉપયોગ કરે જ છે.
પરિવૃત્તિ અલંકાર પણ પ્રતીયમાન લેવામાં આવે છે. જેમ કે –