________________
૨૪ વક્રોક્તિજીવિત
[૩-૪૨ ઉપમા અલંકારની વ્યાખ્યા કરતી વખતે ઉપમાન અને ઉપમેય વસ્તુ વચ્ચેના સામ્યની જ વાત કરી હતી તેમ છતાં ત્યાં ઉપમાન હમેશાં અપ્રસ્તુત (ઈને યોગ્ય રીતે જ ઉપમેયનું અંગ એટલે કે તેની શોભા વધારનારું હોય છે, પણ આ દાખલાઓમાં તે પ્રસ્તુતની જ વાત હોઈ તે બધા પ્રધાન છે. એ કેવી રીતે તેને વિચાર પહેલાં થઈ જ ગમે છે.
એ જ ન્યાયે પરિવૃત્તિ પણ જુદો અલંકાર નથી, એવું હવે પ્રતિપાદિત કરવામાં આવે છે. પ્રાચીનેએ એની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે –
અર્થોને જે વિનિમય તે પરિવૃત્તિ અલંકાર કહેવાય.”
પરિવર્તન અર્થાત્ વિનિમય એટલે પિતાને સ્થાને બીજી વસ્તુને સ્થાન આપવું તે. એમ જ્યાં થતું હોય તે પરિવૃત્તિ અલંકાર કહેવાય. એના અનેક પ્રકાર છે: (૧) એક જ વસ્તુની જગ્યા બીજી વસ્તુ સંપૂર્ણપણે લઈ લે, એ એક પ્રકાર. જેમ કે –
“હે દેના ગુરુ બૃહસ્પતિ, જરા ઓછું બોલે. આ ઈન્દ્રની સભા નથી.” ૧૫૮
(૨) કઈ વાર અનેક ધર્મોવાળી કોઈ વસ્તુને એક ધર્મ કમે ક્રમે બીજા ધર્મમાં પલટાતે જાય છે. જેમ કે –
તેના હાથ પહેલાં લાલી વગરના હોઠ ઉપર ફરતા હતા અને સ્તન ઉપરના કંકુથી લાલ થયેલા દડાથી રમતા હતા, તે હવે દર્ભના અંકુર ચૂંટે છે તેથી તેની આંગળી ઘવાય છે, અને માળા ફેરવે છે.” ૧૫૯
આ લેકમાં ગરીને કરકમળને ધર્મ પરિવર્તન પામે છે. એટલે કે જે હાથ પહેલાં કેમળ હતું તે હવે કઠોર બન્યું છે.)
(૩) કોઈ વાર એક જ ધમીના (કોઈ વિશેષ સમયને) ઉચિત અને પિતાના સ્વભાવ સાથે સંવાદી ધર્મને સ્થાને બીજે ધર્મ આવી જાય છે. જેમ કે –