________________
૨૩૮ વાક્તિજીવિત
[૩–૨૦, ૨૧, ૨૨
એને સમજાવતાં કહે છે કે વસ્તુ રૂપક કહેવાય. કેવું વસ્તુ ? તા કે જે આપી દેતું હાય. શું? તે કે પાતાનું રૂપ, એટલે કે વાસ્થ્યનું વાચકાત્મક રૂપ. અહી' અલંકારની વાત છે એટલે સ્વના સંબંધ અલંકાર સાથે છે. એના અર્થ એ થયા કે અલંકારરૂપી ઉપમાન વસ્તુ, અલંકાર્ય ઉપમેયને પાતાનું સ્વરૂપ કહેતાં વાચક શબ્દ અપે છે, એટલે કે ઉપમેય ઉપર ઉપમાનના અધ્યાાપ કરવામાં આવે છે. કેવી રીતે ? તે કે સામ્ય સૂચવીને. ઉપરાંત, વણ્ય વિષયની શાભાનું કારણ બનીને. અહીં કારણુ શબ્દ જનક કે જ્ઞાપકના અર્થમાં નહિ પણ નિમિત્તના અર્થમાં સમજવાના છે. કેમ કે પહેલાં કહેલા લક્ષણવાળા સામ્યને લીધે જ વણ્ય વસ્તુ સહૃદયાના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. એ સામ્ય કેવું છે? તે કે, ઉપચારૈકસર્વસ્વ. ઉપચાર એટલે ઉપમેય ઉપર ઉપમાનના આરોપ. એ જ જેનું એકમાત્ર જીવિત છે એવું. કારણ, એને લીધે જ રૂપક રૂપક કહેવાય છે. આ રૂપક અલંકારના પ્રાણ ઉપચારવક્રતા છે. એ વાત પહેલાં (૨-૧૪) કહેવામાં આવી છે. જેને (ઉપચારવકતાને) લીધે રૂપક વગેરે અલંકારો રસમય બને છે.” અને પૂર્વાચાર્યાંએ એનું સમર્થન કરેલું છે.
મુખ ચંદ્ર છે' એ રૂપક અલ`કારના દાખલા છે. અહીં કોઈ એવા પ્રશ્ન પૂછે કે એ એ વિશેષણ વિશેષ્યરૂપ ભિન્ન પદાર્થો સમાનાધિકરણમાં શી રીતે વાપરી શકાય ? તે એનેા ખુલાસો એ છે કે ચંદ્ર શબ્દ પહેલાં તે સીધી રીતે ચંદ્રમાના ખાધ કરાવે છે, પણ પછી વસ્તુ અને ગુણુના નિકટના સંબંધને લીધે અતિશયકાન્તિમત્ત્વ વગેરે ગુણાના પણ ગુણવૃત્તિથી એધ કરાવે છે. અને ત્યાર પછી તેને મળતા મુખના ગુણના પણ એધ કરાવી મુખનું વિશેષણ બને છે અને સહૃદયના ચિત્તને ચમત્કારનેા અનુભવ કરાવે છે.
ઉપમેય શબ્દ ઉપમાન શબ્દને પણ મર્યાદિત કરે છે, કારણ, એ એનું પૂરેપૂરું એકત્વ ન્યાયસંગત રીતે સાધી શકાતું નથી. તેથી જ