________________
૩-૩૭]
વક્રોક્લિવિત થઇ એવી જ વાકયોપમાનું ઉદાહરણ–
ભ્રમરે અશોકપુષ્પના ગુચ્છોને રસ ચૂસી રહ્યા હતા અને તેની ડાળે નવાં પાંદડાં હાલતાં હતાં તે, ગાઢ ચુંબન અટકાવવા હાથ હલાવતી વધૂઓની નકલ જેવું લાગતું હતું.” (કિરાતાજુનીય, ૮-૬) ૧૨૭
આ લેક પહેલા ઉન્મેષમાં ૧૧૯મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૯૫).
આ શ્લોકમાં વિદાયન્તી શબ્દ અમુખ્ય ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ
પછી અરુણના આગમનને લીધે જેનું બિંબ ઝાંખું પડી ગયું છે એ ચંદ્ર સંભેગથી થાકી ગયેલી સ્ત્રીના ગાલ જે ફિક થઈ ગયા.” ૧૨૮
આ લેક પહેલા ઉન્મેષમાં ૧૯મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૧૫).
આ લેકમાં છે મુખ્ય ક્રિયાપદથી ઉપમા સધાઈ છે. એવી જ વાક્યોપમનું ઉદાહરણ
“તેનું મુખ કેતકીના પાંદડા જેવું સફેદ થઈ ગયું હતું, શરીર કૃશ થઈ ગયું હતું, તેણે ચેડાં જ આભૂષણે પહેર્યા હતાં, એટલે તે પૂરી થવા આવેલી, શેડા તારા અને ફિક્કા ચંદ્રવાળી રાત્રિના જેવી લાગતી હતી.” (રઘુવંશ, ૩-૨) ૧૨૯ ચહયત એ મુખ્ય ક્રિયાપદને લીધે અહીં ઉપમા સધાઈ છે. ઈવાદિ વાચકેથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ –
“પ્રિયાના પુલકિત કપિલ ઉપર ચુંબન કરતાં જ એ સ્પર્શના ઉલ્લાસથી તેની આંખ મીચાઈ ગઈ – ચંદ્રના સ્પર્શથી કમલ બિડાઈ જાય તેમ.” ૧૩૦ આમાં રૂઢ શબ્દ વપરાય છે.'