________________
૨૬૪ વક્તિછવિત
[૩-૩૭ અને અતિમુક્તાના પીંખાયેલા પુષ્પ જેવું તેનું હદય મૂઈ પામ્યું” (). ૧૩૬
ઉદાહરણને પાઠ ભ્રષ્ટ હેવાથી અર્થ અસ્પષ્ટ રહે છે. અટકળે ઉપર અર્થ કર્યો છે. આ લોકમાં ઉપમાવાચક પ્રત્યય ાં છે. અથવા જેમ કે –
મે મુગ્ધભાવે વૃષભધ્વજ શિવનું જજર થઈ ગયેલું ધનુષ કમળને તંતુ તેડે તેમ તેડી નાખ્યું. એથી ત્રણે લેકમાં જેની કીર્તિ ફેલાઈ હતી એવા રાક્ષસરાજ રાવણની ઓછી વિડંબના ન થઈ.” (બાલરામાયણ, ૩-૮૦) ૧૩૭
આ લેકમાં મૃગારમઝ (“કમળને તંતુ તેડે તેમ' એ ઉપમાસૂચક પ્રયોગ છે.
પ્રતીયમાન ઉપમાના ઉદાહરણમાં રસની પરાકેટિ સાથેના સંબંધ સહિત ઉપમાન અને ઉપમેયનું, નહિ વધારે નહિ ઓછું એવું સામ્ય, બંનેને લાગુ પડે એવા શબ્દાર્થની શક્તિથી આક્ષિપ્ત થતું, ક્રિયાપદ વગેરે વાચક પદેથી નિરૂપાયું હોય ત્યાં પણ ઉપમાની પ્રતીતિ થાય છે. જેમ કે–
રાજાને પુત્ર હતા છતાં તેની આખે આ બાળકને જોઈને જ કરતી હતી. વસંત ઋતુમાં ફૂલેને કંઈ પાર નથી હોતે છતાં ભ્રમરે આંબા ઉપર જ વિશેષ રૂપે ટોળે વળે છે.” (કુમારસંભવ, ૧-૨૭) ૧૩૮
આ લેકમાં વસંતની પુષ્પસમૃદ્ધિ અપાર હેવા છતાં તેને આંબા ઉપર વિશેષ પ્રીતિ હોય છે એ વાત, લેકમાં વર્ણવેલી બીજી વાત સાથે સંપૂર્ણ સામ્ય ધરાવે છે, એટલે એને પ્રતીયમાન ઉપમાનું સૂચક ગણીએ એ ન્યાયસંગત છે. અસંખ્ય પુષેની સમૃદ્ધિ રાજાની અનેક સંતતિ સાથે સામ્ય દર્શાવે છે. આમ અહીં ઉપમાન લક્ષણે અવિકલ જોવા મળે છે. આ ઉપમાને અર્થાતરન્યાસ માનવાની ભૂલ ન કરવી, કારણ, કેઈ આખા વાક્યનું તાત્પર્ય બીજા આખા વાક્યના તાત્પર્ય સાથે સામ્ય ધરાવતું હોય તે જ