________________
- ૨૭૦ વક્રોક્તિજીવિત
[૩-૪૧ પ્રાચીનેએ આ પ્રમાણે વ્યાખ્યા આપેલી છે. એને હેતુ સામ્યને અતિશય સૂચવવામાં છે. જેમ કે –
“શેષનાગ, હિમાલય અને તું –એટલા જ મહાન, ગુરુ અને સ્થિર છે, કેમ કે તમે જ મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર ચાલતી પૃથ્વીને ધારણ કરે છે.” (ભામહ, ૩–૨૮; દવન્યાલેક, ૪–૪) ૧૪૭
હવે ગ્રંથકાર એ બતાવે છે કે તુલ્યોગિતાની આ વ્યાખ્યાને સમાવેશ ઉપમામાં થઈ જાય છે. જેનું સૌદર્ય જાણીતું નથી એવી વસ્તુનું, જેનું સૌદર્ય જાણીતું છે એવી વસ્તુ સાથે સામ્ય જોડવું તે ઉપમા. આ તુલ્યોગિતામાં બે વસ્તુનું સામ્ય સૂચવવા માટે પ્રસ્તુત અને અપ્રસ્તુત વસ્તુઓને એક જ સમયે સરખી ક્રિયા કરતી વર્ણવવામાં આવે છે. એનું પણ પૃથક્કરણ કરીએ તે પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેના સામ્ય સિવાય બીજું કશું પ્રાપ્ત થતું નથી. ઉદાહરણમાંથી પણ એ જ અર્થ નીકળે છે. કારણ, વર્ણ વિષયમાં શ્લેષાદિથી સાઓ ઉપરાંત વધારાનું કશું જોવામાં આવતું નથી. પ્રાચીને એ જે એ ખુલાસો કર્યો છે કે આ ઉદાહરણમાં પ્રસ્તુતઅપ્રસ્તુત બંનેને સરખી રીતે લાગુ પડે એવા ક્લિષ્ટ ક્રિયાપદના સિંદર્યને અનુભવ થતે હોઈ એ તુલ્યગિતા સિવાય બીજું કશું નથી, એ પણ તર્કસંગત નથી. જેમ કે –
જેમણે એને જોઈ અને જેમણે ન જોઈ તે બંને સરખા જ લૂંટાયા છે. જેનારાનું હૃદય હરાઈ ગયું અને ન જેનારાનું દષ્ટિફળ હરાઈ ગયું.” ૧૪૮
હેમચંદે આ શ્લોક વિશે લખ્યું છે કે એમાં પ્રિયતમા પ્રસ્તુત છે અને તેને જેનાર અને ન જોનાર બંને અપ્રસ્તુત છે. એ બંનેને સમાન ધર્મ લૂંટાવાને છે. એટલે તુલ્યોગિતાને જુદે અલંકાર ન ગણવો જોઈએ.
આ પણ કાવ્યને અલંકારને કક્કો પણ ન જાણનારને લવારે જ લાગશે. કારણ, વૈદધ્યભંગિથી નાયિકાના લાવણ્યની વિશેષતાને વર્ણવવા જતાં કવિના મનમાં અપ્રસ્તુતપ્રશંસા ફુરે છે.