________________
૩-૪૨].
વક્રાતિજીવિત ર૦૧ કે તુલ્યગિતાને દાખલે બીજા ઉદાહરણથી આપી શકાય. જેમ કે –
કાવ્યચર્ચા, પ્રિયજન સાથે વાર્તાલાપ તથા એકાંતવાસ, મુક્તકંઠે ગાયેલું મધુર ગીત, અને આદરપાત્ર મિત્ર આગળ અંતરની વેદના ઠાલવવી” (એ કદાચ આશ્વાસનરૂપ નીવડે). ૧૪૯
આમાં અનેક વસ્તુઓ સરખા મહત્ત્વપૂર્વક વર્ણવાયેલી છે એટલે એને તુલ્યોગિતા કહી શકાય, પણ એ બધી વસ્તુઓ વચ્ચેનું સામ્ય જ વધુ મહત્વનું હેઈ એને ઉપમાનું જ ઉદાહરણ ગણવું જોઈએ, એમ કલ્પલતા વિવેક કહે છે.
અનન્વયનો પણ ઉપમામાં જ સમાવેશ કરવો જોઈએ. પ્રાચીનએ એની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે આપ્યાં છે –
“એના જેવું બીજું કશું નથી' એવું બતાવવા એની એ વસ્તુને ઉપમાનરૂપે અને ઉપમેયરૂપે વર્ણવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર થાય.” (ભામહ, ૩-૪૫) ૧૫૦
તાંબૂલની લાલીના વલયવાળું, દંતપ્રભાથી ચમકતું અને નીલકમલ જેવી આંખેવાળું તારું મુખ તારા મુખ જેવું જ છે.” (ભામહ, ૩-૪૬) ૧૫૧
આ વ્યાખ્યા અને એમાંથી ફલિત થતું અભિવ્યક્તિનું સૌદર્ય બંને આ અલંકારેને સમાવેશ ઉપમામાં થવે જોઈએ એવું જ સાબિત કરે છે. કારણું, એમાં ઉપમાન અને ઉપમેયને ભાવ સ્પષ્ટ રહેલે છે. ઉપમાની વ્યાખ્યા અનન્વયને લાગુ પડે એમ નથી, કારણ કે એમાં બીજા કોઈ ઉપમાનને ઉલ્લેખ જ નથી, એ દલીલ પણ ટકી શકે એમ નથી. કારણ, તમારી અનન્વયની વ્યાખ્યામાં એકની એક વસ્તુને વિશે ઉપમાન અને ઉપમેયને કલ્પિત સંબંધ રહેલે જ છે. અમારે તે એ સંબંધ હોય એટલું પૂરતું છે, પછી એ કલ્પિત હોય કે અકલ્પિત હોય. એટલે જ કહે છે કે–