________________
૩-૪૧]
વક્રોક્તિછવિત ૨૦૭ હોય તે જ રૂપે બીજાનું અંગ બની ન શકે. કારણ, રૂપાંતર પામ્યા વગર એકની એક વસ્તુ બે પરસ્પરવિરોધી વસ્તુ બની ન શકે. એ. તર્કસંગત નથી.
કદાચ કઈ એમ કહે કે રાજાના અનુચરમાં કઈક વાર: મુખ્ય અને ગૌણ ભાવ એકી સાથે સંભવી શકે. રાજાના અનુચરમાં બે રૂપ સંભવી શકે. જેમ કે, (૧) રાજાની અપેક્ષાએ તે નેકર છે. અને (૨) પિતાના હાથ નીચેના માણસેની અપેક્ષાએ તે સ્વામી. છે. જે રાજાના અનુચરમાં આવાં બે પરસ્પરવિરોધી રૂપે એકી. સાથે સંભવી શકતાં હોય તે અહીં પણ બે પરસ્પરવિરોધી રૂપે. હોય એમ માનવામાં બાધ નથી અને એટલે તુલ્યગિતા અલંકાર માનવામાં દોષ નથી. ગ્રંથકાર કહે છે કે આ બાબતમાં અમારું કહેવું એમ છે કે તમારી વાત સાચી છે, પણ અમે એમ માનીએ છીએ કે તુલ્યગિતા અલંકાર છે એની ના ન પાડી શકાય, પણ પછી એ તુલ્ય ગિતા ન રહે. કારણ એ છે કે –
૪૧ આ અલંકારમાં બધા જ પદાર્થો વચ્ચે છે એમ માનીએ અથવા સમાન છે એમ માનીએ તે સામ્યનું મહત્વ વધી જાય અને એ બે વસ્તુને કારણે જ આપણે એમ માનવું પડે કે આ ચેખી ઉપમા સિવાય બીજુ કશું નથી.
કાં તે એમ માનવું જોઈએ કે બધા જ પદાર્થો વણ્ય વિષય છે, અથવા તેઓ બધા પરસ્પર સમાન છે, સામ્ય ધરાવે છે, એ સિવાય ત્રીજે કઈ વિકલ્પ નથી. વર્ષ વિષય તરીકે વિવક્ષિત ન હોવા છતાં કેટલાક પદાર્થોનું વર્ણન સામ્યને કારણે વણ્ય વિષય તરીકે કરવામાં આવે તે સામ્યનું મહત્વ વર્ય વિષય કરતાં વધી જાય. તે શું થાય? તે કે એ સ્પષ્ટ ઉપમા. બની જાય. કેમ કે ભિન્ન પદાર્થો વચ્ચે સામ્યને સંબંધ હોય ત્યાં ઉપમા ગણાય, એ વાત અહીં લાગુ પડે છે. એટલે એ ઉપમા.