________________
૩–૩૭]
વાક્તિજીવિત ૨૬૩
છેઃ (૧) શબ્દથી ન કહેલી એટલે કે ગર્ભિત અને (૨) શબ્દથી
કહેલી.
સમાસમાં ગર્ભિત ઉપમાનું ઉદાહરણ
“પૂણેન્દુના જેવી કાન્તિવાળા મુખવાળી, અને નીલેપલના જેવી આંખાવાળી.” ૧૩૨ સમાસમાં શબ્દથી કહેલી ઉપમાનું ઉદાહરણ—
“તે જતી હતી ત્યારે તેની ડાક વારે વારે વાંકી વળતી હતી, કમળના જેવું તેનું માં ચારે કોર ફરતું હતું, તેની લાંબી પાંપણેાવાળી આંખના કટાક્ષને અમૃત અને વિષ ચાપડેલું હતું, જે કટાક્ષ મારા હૃદયમાં જાણે દૃઢ રીતે રાપાઈ ગયા.” (માલતીમાધવ, ૧-૨૬) ૧૩૩ પ્રત્યયથી સધાતી ઉપમાનું ઉદાહરણ—
મજીઠથી રંગેલા રેશમી દેારા જેવાં કિરાને એકઠાં કરી લઈને ગ્રહેામાં મુખ્ય એવા સૂર્ય સ્વૈર ગતિએ આખરે અસ્તાચળે પહાંચે છે. 'ટાળે ચકરાવે ચડાવેલી કમળાની રજ તેના છત્ર જેવી લાગે છે. ક્ષણ વારમાં તેનું તેજ ક્ષીણ થવા માંડે છે અને ભગવાન સૂર્યનારાયણુ સાગરમાં ડૂબી જાય છે.'' (બાલરામાયણુ, ૩–૧૦) ૧૩૪
આ શ્લાકમાં છત્રાયનાઃ રૂપમાંના પ્રત્યય ઉપમા સૂચક બને છે. અથવા જેમ કે—
કાલનેમિનાં વચના સાંભળતાં જ તે અસુરાના રાજાના કુંજરના જેવા ક્રોધ, ભલભલાની હિંમતના અભિમાનને ધૂળ ચાટતાં કરી નાખતા રણુનાદ સાથે ભભૂકી ઊઠચો.” ૧૩૫ આ શ્લાકમાં લવમાંના વત્ પ્રત્યય ઉપમા સૂચવે છે. જેમ કે. “એ પ્રમાણેનાં (તેનાં) ગ્મા (વચન) સાંભળીને તે તપસ્વીકન્યા સામે તેણે ઉત્સુકતાથી ઊંચે મુખે જોયું