________________
૧૦ વક્તિછવિત
[૩-૩ તે એટલે પદાર્થ, એ પદાર્થોને સમન્વય એટલે કે પરસ્પર સંબંધ થવાથી.
વાક્યમાં અનેક પદાર્થો હોય છે. તેમની વચ્ચેના પરસ્પર સંબંધને લીધે કેઈક એક જ શબ્દથી ઉપમા કે ઉઝેક્ષા સધાય છે.
જે એ બંને અલંકારેમાં વસ્તુસામ્ય સમાનપણે રહેલું હોય તે પછી એમની વચ્ચે એટલે કે ઉપમા અને ઉભેક્ષા વચ્ચે ભેદ શે? એમ કોઈ પૂછે તે તેને ખુલાસો એ કે –
૩૭
ઉપેક્ષામાં વસ્તુસાશ્ય હોય છે છતાં તેનું તાત્પર્ય જુદું જ હોય છે.
ઉપ્રેક્ષામાં સામ્યસંબંધ હોય છે ખરે, તેમ છતાં તાત્પર્ય એટલે કે પદાર્થથી જુદા જ વાકયાર્થના જીવિતભૂત બીજી જ વસ્તુ એને વિષય હોય છે, જેને અનુભવ તદ્વિદોનું અંતઃકરણ કરી શકે છે. એના દાખલા પહેલાં આપી ગયા છીએ. ઉપમા અને ઉલ્ટેક્ષા એ બંને શબ્દો કેવળ કરણને કે કર્મને અર્થ વ્યક્ત ન કરતા હેઈ, એ બંનેને સંબંધ સામ્ય સાથે જોડી શકાય છે. તેથી ઉપમાને અર્થ ઉપમિતિ એટલે સરખા હેવાને ભાવ એટલે. જ થાય છે. એટલે ઉપમાની વ્યાખ્યાને અર્થ એટલે જ થાય કે જેમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે સામ્ય હોય તે ઉપમા. એ બંનેનું નિર્ણાયક રીતે વર્ણન કરે છે. અમુખ્ય ક્રિયાપદથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ
હે કમલનયને, પૂર્ણચંદ્રને મળતું આવતું તારું મુખ કામદેવની ત્રણે લેકને જીતવાની ઈરછાને પિોષે છે.” ૧૨૬
આમાં સંવારિ (મળતું આવતું) એ શબ્દમાં અમુખ્ય ક્રિયાપદ છે. અને તેને આધારે ઉપમા સધાઈ છે.