________________
૨૫૮ વક્રાતિજીવિત
[૩-૩૫, ૩૬ અપૂર્વ વિશેષતા અહીં પ્રગટ થાય છે, જેને લીધે કપિલ, કાન અને અલકના સંસ્પર્શને કારણે વખાણવા લાયક કર્ણપૂર બનવાની શેભાને તે પાત્ર ઠરે છે, એમ પાર્વતીપતિ શંકર પ્રિયાને કહેતાં, તેના વદનચંદ્રને તથા તે જ વખતે ઊગતા ચંદ્રને જોઈને તેમના હદયમાં રસ ઊભરાય છે, એવી પ્રતીતિ થાય છે.
આ રીતે પ્રધાનભૂત અલંકાર્ય વસ્તુના અંગરૂપે રહેલા અલંકારે કઈ વાર વિશિષ્ટ રીતે જોવાને કારણે ઘણા મહત્વના બની જાય છે અને ગૌણ હોવા છતાં જાણે મુખ્ય બની જતા હોય એવું લાગે છે અને વિશિષ્ટ પેજનાને લીધે તેમને પ્રધાન ગણવામાં આવે છે.
હવે સામ્યમૂલક અલંકારવર્ગના રચના સૌંદર્યને વિચાર
૩૫ વિવક્ષિત પદાર્થના સ્વભાવનું સૌંદર્ય સાધવા માટે, એ સૌદર્ય જેમાં ઉત્કૃષ્ટરૂપે રહેલું હોય એવા કઈ બીજા પદાથે સાથે તેનું સામ્ય નિરૂપવું તે ઉપમા અલંકાર કહેવાય.
ઉપમા જુદી જુદી રીતે વ્યક્ત થાય છે(૧) સાધારણ ધર્મના ઉલ્લેખથી, (૨) આખા વાક્યમાં તેને ગર્ભિત રાખીને, અને (૩) ઇવાદિ શબ્દોને ઉપયોગ કરીને. પણ ઉપમાની ખરી શેભા ક્રિયાપદ દ્વારા સધાય છે. .
આને સમજાવતાં કહે છે કે જેમાં વસ્તુનું એટલે કે વર્થ વસ્તુનું કોઈ અપ્રસ્તુત એવી બીજી વસ્તુ સાથે સામ્ય બતાવ્યું હોય તે ઉપમા અલંકાર કહેવાય. અપ્રસ્તુત વસ્તુ સાથે સામ્ય શા માટે દર્શાવે છે ? તે કે વિવક્ષિત વસ્તુને સ્વભાવ કહેતાં કેઈ વિશેષ ધર્મ, તેનું સૌંદર્ય સિદ્ધ કરવા. બીજા કેવા પદાર્થ સાથે?