________________
કે-૩૪]
વિક્રોક્તિછવિત રહે સપ્તપર્ણનાં વૃક્ષે ભ્રમરેના ગુંજારવને લીધે અનુમાનથી જાણી શકાય છે.” (ભામહ, કાવ્યાલંકાર, ૨-૮૨) ૧૨૨
અહીં વસ્તુના સ્વાભાવિક સૌંદર્યને જ પરિપષ કરવામાં આવ્યું છે. અથવા જેમ કે –
“જેને પ્રતાપરૂપી સૂર્ય પ્રકાશ હોય છે ત્યારે બીજા તેજસ્વી પદાર્થોની વાત તે જવા દે પણ મેરુ અને ચંદ્રનું મહત્ત્વ પણ ટકી શકતું નથી. ત્રણે લેકમાં પ્રસિદ્ધ પરાક્રમથી શોભતા રાજવંશમાં જન્મેલા આ રાજવી પાસે ચંદ્ર અને સૂર્ય પણ ઝાંખા પડી જાય છે.” ૧૨૩ અથવા જેમ કે–
ઝાકળના શીતળ જળથી નાહેલી અને તરતના ઊગેલા સૂર્યના સ્પર્શથી નિર્મળ બનેલી તથા સૂર્યના તડકાની લાલી લગાવેલી વનસ્થલીનાં અંગોએ કેઈ અપૂર્વ ભા ધારણ કરી.” ૧૨૪
આમાં પહેલા (૧૨૩) લેકમાં રૂકાલંકારની શોભા પરાકેટિએ પહોંચી છે. પહેલામાં અને બીજા(૧૨૪)માં રસવદનંકારને પણ પરિપષ સધાય છે. વનસ્થલીમાં ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ થવું, નવા ઊગેલા સૂરજના તડકારૂપી વસ્ત્રથી નિર્મળ દેખાવું વગેરે સ્ત્રીઓના વ્યવહારના આરેપણથી આ વર્ણનમાં અપૂર્વ સૌદર્ય આવ્યું છે. વળી જેમ કે –
“ઊગતા ચંદ્રનાં કિરણો તારાં કર્ણપૂર રચવામાં કામ આવશે. કુમળા જવના પીલા જેવાં એ કિરણે તારા નખની અણીથી કાપી શકાશે.” (કુમારસંભવ, ૮-૬૩) ૧૨૫
આ લેકમાં રસના સૌંદર્યની વિશેષતા પ્રગટ થઈ છે. જેમ કે નવા ઊગેલા ચંદ્રનાં કિરણોના સુકુમાર સૌંદર્યની કઈ
૧૭.