________________
૩-૩૨].
વતિજીવિત ૨૫૫
ઉદાહરણ–
અંધકાર જાણે અંગેને લીધે છે, આકાશ જાણે કાજળ વરસાવે છે.” (મૃચ્છકટિક, ૧-૩૪) ૧૧૭ અથવા જેમ કે –
અંગ ઊછળતા સ્વચ્છ લાવણ્યના સાગરમાં તરતાં લાગે છે.” ૧૧૮
આ શ્લેક બીજા ઉન્મેષમાં ૯૧મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૧૫૭).
અથવા જેમ કે –
“ચંદ્રિકા આકાશમાં જાણે કે સરે છે, કુમુદોમાં જાણે કે વૃદ્ધિ પામે છે, સ્ત્રીઓના પાકટ બરુના થડ જેવા પાંડુ ગાલેમાં જાણે પ્રતિબિંબિત થાય છે, પાણીમાં જાણે વિકસે છે, સુધાધવલ ભવનોમાં જાણે હસે છે અને પવનમાં ફડફડતી ધજાના પટમાં જાણે ફરફરે છે.” ૧૧૯
ઉલ્ઝક્ષાના ઈવાદિ વાચકોની યાદી દંડીએ આપેલી છે એટલે અહીં ફરી આપતા નથી. એ ઉન્મેલા, વર્ણનીય વસ્તુના સ્વભાવને અનુરૂપ હોવાથી સુંદર લાગતી કેઈ અપૂર્વ વિશેષતાને પ્રગટ કરે છે. કવિપ્રતિભાના સારના જ બીજા પર્યાય જેવા અન્ય કેટલાક અલંકારે છે, તેમના પણ સારરૂપ આ ઉભેક્ષા અલંકાર અને તે બધાના મૂળમાં રહી નવા નવા અલંકારેની કલ્પનાનું કારણ બને છે, અને અલંકારની વિવિધ સૌદર્ય છટાને આધાર એ જ છે.
બીજા અલંકાની સૌંદર્યસંપત્તિ હરી લઈને ઉભેક્ષા બધાના જીવિત તરીકે પ્રકાશે છે. ૧૨૦
આ અંતરક છે.
આ રીતે ઉલ્ઝક્ષાને સમજાવીને એની સાથે સૌંદર્યાતિશયનું સાદય હોવાથી કમપ્રાપ્ત અતિશયોક્તિ અલંકાર રજૂ કરે છે–