________________
૩-૨૦, ૨૧, ૨૨]
વક્રોક્તિજીવિત ૨ પક્ષરૂપ, મન્મથ માતંગના મદરૂપ યૌવનને આરંભ ય પામે છે.” ૮૯
અહીં જ બીજા પ્રકારને પણ વિચાર કરે છે – અને એકદેશવિવર્તિ”. અર્થાત્ રૂપકને બીજો પ્રકાર તે એકદેશવિવર્તિ. પૂર્વાચાર્યોએ એની સમજૂતી આ પ્રમાણે આપી છે – જે કંઈ એક ભાગને લાગુ ન પડતું હોય અથવા માત્ર અમુક એક ભાગને જ લાગુ પડતું હોય તે એકદેશવિવર્તિ કહેવાય. આ બંને અર્થમાંથી એક જ વસ્તુ ફલિત થાય છે કે જે વાક્યના અમુક જ સ્થાનમાં પિતાના રૂપના અર્પણરૂપ રૂપણ કરતું હોય, અને તે પણ કઈક જ વાર, તે એકદેશવિવર્તિ રૂપક કહેવાય. જેમ કે –
“હિમાચલસુતા કહેતાં પાર્વતીરૂપ લતાએ જેને ગાઢ આલિંગન કર્યું છે એવા શરીરવાળા અને સંસારરૂપી મરુભૂમિના માર્ગના એકમાત્ર કલ્પવૃક્ષ એવા આપને નમસ્કાર હે.” ૯૦ આને એકદેશવિવતિ શા માટે કહ્યું છે, તે સમજાતું નથી.
જેમાં વાક્યના એક ભાગમાં જ વિવર્ત કહેતાં ફેરફાર કે રૂપાંતર થાય છે તે એકદેશવિવર્તિ રૂપક અલંકારમાં વિશેષણેને જેરે પદાર્થોની શોભા પરાકેટિએ પહોંચે છે. જેમ કે –
રાગયુક્ત શશીએ ચંચલતારતિ નિશામુખને એ રીતે પકડયું (ચુંબન કર્યું) કે રાગને લીધે પહેલેથી જ આખું તિમિરાંશુક ખરી પડયું તેની ખબર ન પડી.”
આ શ્લેકમાં “તિમિરાંશુકે એ એકદેશવિવર્તિ રૂપક છે. બાકીનું ચંદ્રને પ્રેમીનું અને રાત્રિને પ્રેમિકાનું આપવા ધારેલું રૂપક, શ્લેષયુક્ત વિશેષણ અને વિશિષ્ટ લિંગના જ જેરે વ્યંજનાથી વ્યક્ત થયું છે. એને જે શબ્દમાં મૂકયું હોત તે નકામી પુનરુક્તિ થાત અને ગ્રામ્યતાને દેષ આવત. તેથી ૧૬