________________
૩–૨૯, ૩૦, ૩૧]
વાક્તિજીવિત ૨૫૧.
પૈદા થાય. અને એ ગુણુ સાથે સંગતિ ન સધાય તે એની પ્રતીતિ જ થઈ ન શકે. એટલે સહૃદયાએ પાતાના અનુભવને આધારે સ્વીકારવું જ રહ્યું કે અહીં અંતે સાદ્દેશ્યના આધારભૂત કોઈ કાલ્પનિક ધસીની કલ્પના કરવી જ પડે. એટલે એવા કલ્પિત ધમીના સાદૃશ્યથી એમ અહીં કહેવું છે,
આ એ ઉપરાંત, ખાટું હાવા છતાં પરંપરાને અનુસરીને અમે જણાવ્યું છે કે ત્રીજી રીતે પણ ઉત્પ્રેક્ષા સધાય છે, અને તે અથવા બંનેથી” એમ કહીને નિર્દેશી છે. બંને એટલે સંભાવના આધારિત અનુમાન અને સાદશ્ય. એ બંને કારા ભેગાં થવાને કારણે પણ પ્રસ્તુત અંની સાથે તેનાથી જુદા જ અંને જોડવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલકાર ગણાય. આ ત્રણે પ્રકારે ઉત્પ્રેક્ષાની યાજના કયા અભિપ્રાયથી કરવામાં આવે છે? તે કે વણ્ય વિષયની અસાધારણ શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી. અર્થાત્ કવિ પાતાના વક્ષ્ય' વિષયને અસાધારણતાની પરાકાટિએ પહેાંચાડવા ઈચ્છતા હાય છે તેથી. એ કેવી રીતે કરે છે ? તે કે આ (ઉપમેય) તેના (ઉપમાનના) જેવું છે’ અથવા ‘આ (ઉપમેય) તે (ઉપમાન) જ છે' એ એ રીતે. તેના જેવું એટલે અપ્રસ્તુતના જેવું. વણ્ય વસ્તુની અસાધારણતાનું પ્રતિપાદન કરવા માટે અપ્રસ્તુત સાથેના સાદૃશ્યની ચેાજના કરવામાં આવે છે. અને આ તે જ છે' એટલે પ્રસ્તુત વસ્તુ અપ્રસ્તુત વસ્તુ જ છે એમ, અપ્રસ્તુતને પ્રસ્તુત ઉપર અધ્યાર।પ વણ્ય વિષયની અસાધારણતાની પરાકાઢિની પ્રતીતિ કરાવવા માટે કરવામાં આવે છે. આ ઉત્પ્રેક્ષા શાના વડે દર્શાવવામાં આવે છે? તે કે ઇવાદિ વડે. એટલે કે ડ્વ (મન્યે, શં, ધ્રુવમ્, પ્રાયો, ઘૂનમ્ ) વગેરે ઉત્પ્રેક્ષાદ્યોતક શબ્દો યેાગ્ય રીતે ચેાજીને. હવે ખીજી રીત બતાવે છે. વાચ્યવાચકના સામર્થ્યથી જેમના અર્થ આક્ષિપ્ત થતા હેાય એવા ઇવાદ્ધિથી’” અર્થાત્ ઇવાદ્ધિ શબ્દો વાપરીને અથવા તેમને વ્યંગ્ય રાખીને.
સંભાવનામૂલક અનુમાનથી થતી ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ
—