________________
૨૪૦ વક્રોક્તિ જીવિત
[૩-૨૦, ૨૧, ૨૨ અહીં, ખરું જોતાં, સમસ્તવસ્તુવિષય રૂપકનું દષ્ટાંત આપવું જોઈતું હતું તેને બદલે એકદેશવિવતિનું કેમ આપ્યું છે, તે સમજાતું નથી. પ્રતમાં પાનાં ઉલટસુલટ થઈ ગયાં હોય કે કંઈ બીજી ગરબડ હેય એવું લાગે છે.
વળી ભામહે આ દષ્ટાંતને એકદેશવિવર્તિનું જ ગણ્યું છે છતાં આ એક દેશવિવતિ છે એવું નવેસર પુરવાર કરવાની જહેમત શા માટે ઉઠાવી એ પણ સમજાતું નથી. ઉપરાંત પોતે જુદી રીતે એનું સમાધાન કરે છે એમ કહે છે. તે જુદી રીત પણ સ્પષ્ટ થતી નથી.
અહીં “જેમકે–થી માંડીને જુદી જ રીતે એનું સમાધાન કરીએ છીએ' સુધીને ભાગ રદ કરીએ તે આ મુશ્કેલી ટળે અને ચર્ચા બરાબર ચાલતી લાગે.
રૂપકાલંકારનું સારતત્વ એ છે કે પ્રસિદ્ધ સૌદયતિશય ધરાવતા પદાર્થના સૌંદર્યને લીધે વણ્ય વસ્તુના સાદેશ્યવાળું પિતાનું સ્વરૂપ અર્પણ કરવાની (ઉપમાનમાં) અને તેનું ગ્રહણ કરવાની (ઉપમેયમાં) શક્તિ શંકાથી પર હોવી જોઈએ. એ શક્તિને લીધે જ “મુખ ચંદ્ર છે એ વાક્યમાં મુખને જ ચંદ્ર બનાવી દેવામાં આવે છે, એટલે કે મુખ ઉપર ચંદ્રનું આ પણ થતાં તે ચંદ્રરૂપ બની જાય છે. આમ, આ અલંકાર પદપૂર્વાર્ધ વકતામાં પડે છે અને એને શબ્દના અર્થ સાથે જ સંબંધ છે, એટલે એ, પહેલાં (૨-૧૨) કરેલી પર્યાયવક્રતામાં અંતર્ભાવ પામે, એટલે અહીં વાક્યવકતાની ચર્ચા પ્રસંગે એને કદી સ્થાન ન જ મળેએ સ્થિતિ ટાળવા માટે ગ્રંથકાર કહે છે કે રૂપકના બે પ્રકાર છે: (૧) સમસ્તસ્તવિષય અને (૨) એકદેશવિવર્તિ. એમાંથી પહેલામાં વાક્યમાંના બધા જ શબ્દાર્થોમાંને પ્રત્યેક અલંકાર્ય બને છે, અને જ્યારે એ રીતે પ્રત્યેક પદાર્થ અલંકાર્ય બની ગયા હોય ત્યારે આખું વાક્ય પણ એક રીતે અલંકાર્ય બની ગયું હોય છે. અને તેનું રૂપાન્તર થઈ ગયું હોય છે. જેમ કે –
“મૃદુતનુલતાના વસંતરૂપ, સુંદર મુખચંદ્રના શુક્લ