________________
૩–૨૫, ૨૬]
વાક્તિજીવિત ર૪૫
મનમાં રાખીને તેની શૈાભામાં વધારો કરવા માટે બીજા અપ્રસ્તુત પદાર્થને આ અલ કારમાં કવિએ મુખ્ય વણ્ય વિષય બનાવી
દે છે.
કેવી રીતે? તે કે સામ્યને આધારે. અહી સામ્ય એટલે ઉપર કહેલું રૂપકાલ’કારને ઉપકારક એવું સામ્ય. તેને આધારે. અથવા કાય કારણુભાવાદિ બીજા કોઇ સંબંધને આધારે, વાકયાર્થને” એટલે કે પરસ્પર અન્વિત શબ્દસમુદૃાયરૂપ વાકયના અર્થરૂપ અસત્ય એટલે કે કલ્પિત અર્થને સામ્ય કે બીજા કોઈ સંબંધને આધારે પ્રસ્તુતની શાભા વધારવા માટે મુખ્ય વણ્ય વિષય બનાવવામાં આવે ત્યાં અપ્રસ્તુતપ્રશંસા નામે અલકાર કહેવાય.
સામ્યને આધારે વાકચમાંના અપ્રસ્તુત પદાર્થની પ્રશંસાનું ઉદાહરણ—
“આ કઈ જુદા જ પ્રકારની લાવણ્યની સરિતા છે, જેમાં ચંદ્રની સાથે કમળા તરે છે, હાથીનાં કુંભસ્થળા ઊપસી આવે છે, અને જેમાં જુદી જ જાતનાં કેળનાં થડ અને મૃણાલના દડ નજરે પડે છે!’’ (ધ્વન્યાલાક ૩-૩૪) ૯૫
આ Àાકમાં સામ્યને આધારે વાકયમાંનાં પદોમાંની અપ્રસ્તુતપ્રશંસા દ્વારા કવિને વિવક્ષિત મુખ્ય પદાર્થની પ્રતીતિ કરાવવામાં આવી છે.
સામ્યને આધારે આખા વાકયમાં રહેલી અપ્રસ્તુતપ્રશ'સાનું ઉદાહરણ——
“એને પેાતાને જ છાયા મળતી નથી, પછી બીજાને તે એ છાયા આપે જ કયાંથી ? ગ્રીષ્મના તાપરૂપી આપત્તિમાં એની નીચેની ભૂમિ ઉપર શીતળ વાયુના સ્પર્શ પણ કથાંથી મળે ? એને સેા વર્ષે વીત્યા પછી ફળ આવશે એવી જે વાત છે તે માત્ર વાત જ છે; એ તાડની ઊંચાઈથી આપણે