________________
૩-૨૭]
વક્રોક્તિજીવિત ૨૪૭ અસત્યભૂત વાક્યર્થના તાત્પર્યરૂપે જ્યાં પ્રસ્તુતની પ્રશંસા ધ્વનિત થતી હોય એવું ઉદાહરણ–
એવું કશું નથી જે અવિરત પ્રવાસી કાળપથિકની નિયતિરૂપ પત્નીએ પિતાના પતિના પાથેય તરીકે ન બંધાવ્યું હેય.” ૯૯
આ લેકમાં અપ્રસ્તુતપ્રશંસાના ત્રણે આધારે – સામ્ય, કાર્યકારણસંબંધ અને સામાન્યવિશેષ સંબંધ – ઘટાવી શકાય એમ છે. પ્રસંગ પ્રહસ્તના વધના સમાચાર આપવાનું છે. જે અભિધાથી સીધેસીધું કહે છે તે અનુચિત લાગે માટે માત્ર અલંકાર મારફતે જ કામ પતાવ્યું છે. '
આમ, કવિઓ આ અપ્રસ્તુતપ્રશંસાને બહેળે ઉપગ કરતા જોવામાં આવે છે. તેથી સહદેએ જાતે જ એ સમજી લેવું.
પ્રશંસા શબ્દ અહીં વિપરીત લક્ષણાથી ઊલટા જ એટલે કે નિંદાના અર્થમાં વપરાય છે, અથવા ફક્ત વર્ણન એવા અર્થમાં વપરાય છે.
આમ, અપ્રસ્તુતપ્રશંસાને વિચાર કર્યા પછી, જે વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે બીજા પ્રકારના કથનરૂપ હોઈ લગભગ અપ્રસ્તુતપ્રશંસા જેવી શોભાવાળે અલંકાર છે તેની ચર્ચા કરે છે–
બીજા વાકયથી કહી શકાય એવું વસ્તુ, સૌંદર્ય સાધવા માટે, તેનાથી જુદા જ વાક્ય વડે કહેવામાં આવે ત્યારે પર્યાપ્ત અલંકાર કહેવાય,
અહીં કોઈ એ પ્રશ્ન કરે કે તે પછી પર્યાયવકતા કરતાં એમાં વિશેષ શું છે? તે જવાબ એ કે પર્યાયવક્રતામાં વાચવિષય કેવળ પદાર્થ (શબ્દાર્થ) જ હોય છે, જ્યારે પયતમાં વાક્યર્થ પણ અંગરૂપે વિષય બને છે. એટલે પક્તિને અલગ