________________
૨૮ વક્રોક્તિજીવિત
[૩-૨૮ નિર્દેશ કર્યો છે. ઉદાહરણ જેમ કે–
“(વિષ્ણુએ) ચક્રના પ્રહારરૂપી અમેઘ આદેશ દ્વારા, રાહુની પત્નીઓના સુરતેત્સવને આલિંગનના ઉદ્દામ વિલાસ વગરને અને જેમાં ચુંબન માત્ર જ અવશેષ રહ્યું છે એ બનાવી દીધે(ધ્વન્યાલેક, ૨–૧૯) ૧૦૦, એ જ રીતે–
જ્યારે પ્રસ્તુત વસ્તુની શોભા વધારવા માટે વાક્યરૂપે નિંદા હૈય અને વ્યંગ્યરૂપે સ્તુતિ હેય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય.
“હે રાજન, શેષનાગ આજે પણ પિતાની હજારે ફણા વડે પૃથ્વીને ભાર ઉપાડવાને મથી રહ્યો છે, અને ભગવાન વિષ્ણુ પિતે વિશ્વને કાયમ રાખવા માટે ઉજાગરા વેઠે છે; તમે જે કંઈ કર્યું છે તેમાં અસાધારણ કે અભિમાન લેવા જેવું કશું નથી; હજી સુધી એ બે જણને એક ક્ષણને પણ આરામ મળે નથી એ તે કેવું કહેવાય !” ૧૦૧ અથવા જેમ કે –
ચંદ્રમાંનું કલંક...” ૧૦૨
કલેક આ જ ઉમેષમાં ૪૮મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૨૧૪).
જ્યાં આથી ઊલટું હોય એટલે કે વાચ્ય સ્તુતિ હોય અને વ્યંગ્ય નિંદા હોય ત્યાં પણ આ જ એટલે કે વ્યાજસ્તુતિ અલંકાર જ ગણાવે. જેમ કે –
હે વારાંનિધિ” ૧૦૩