________________
૨૪૬ વક્રોક્તિજીવિત
[૩-૨૫, ૨૬ મૂર્ખાએ કેટલા લાંબા સમય સુધી છેતરાતા રહ્યા ?” (સુભાષિતાવલી, ૮૨૧) ૯૬
બીજા સંબંધને આધારે વાક્યમાંના અપ્રસ્તુત પદાર્થની પ્રશંસાનું ઉદાહરણ
સીતાની હાજરીમાં ચંદ્ર ઉપર જાણે મેશ ચેપડાઈ ગઈ છે, મૃગલીઓની દષ્ટિ જાણે જડ થઈ ગઈ છે, વિઠ્ઠમલતાની લાલી જાણે ઝાંખી થઈ ગઈ છે, સેનાની કાન્તિ જાણે કાળી પડી ગઈ છે, કેયલના કંઠ જાણે કર્કશ થઈ ગયા છે, અને મોરનાં પીછાં પણ જાણે વિરૂપ લાગે છે.” (રાજશેખરનું બાલરામાયણ, ૧–૪૨) ૯૭
આ લેકમાં ચંદ્ર વગેરે ઝાંખા પડી જવાનું કારણ સીતાના અત્યંત સુંદર અને મનેહર મુખ વગેરે અવયને સમૂહ છે. અને તે, પ્રસ્તુત વસ્તુના અંગભૂત બીજા (ઉલ્ઝક્ષા) અલંકારની
જનાની મદદથી પ્રસ્તુતની પ્રશંસામાં ભળી તેના ઉત્કર્ષની પ્રતીતિ કરાવે છે.
એ જ રીતે બીજા સંબંધને આધારે આખા વાકયવ્યાપી અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ
“કામદેવ બાણને અડે છે, ધનુષ ઉપર નજર નાખે છે, પ્રિયતમાના મિતભર્યા મુખ તરફ નિહાળે છે, વસંતને કંઈક કહે છે, અને હું પૃથ્વી ઉપર વિજય મેળવવા નીકળે છું એમ માની ખુશ થતા થતે નાયિકાનાં અંગોને સ્પર્શી
આ લેકમાં બીજી કોઈ રીતે વર્ણવી ન શકાય એ તરુણીના તારુણ્યને ઉદય પ્રસ્તુત વણ્ય વિષય છે. પણ તેને બદલે તેના નિમિત્તરૂપ કામદેવની ચેષ્ટાઓનું વર્ણન કરીને કાર્યકારણ સંબંધને આધારે તેની વ્યંજનાથી પ્રતીતિ કરાવી છે.