________________
૨૪ર વકૅક્તિજીવિત
[૩-૨૩, ૨૪
२३ વિદ્યાને અલંકારના આત્માને ત્રણ પ્રકારને માને છે: (૧) વાચ્ય, (૨) શરદશક્તિથી સમજાતે એટલે કે સૂચિત અને (૩) પ્રતીયમાન
એમાંથી વાચને દાખલે આ પહેલાં સમસ્ત વસ્તુવિષય રૂપકને આપે જ છે. બીજા પ્રકારનું ઉદાહરણ એકદેશવિવર્તિ રૂપકનું રાગયુક્ત શશીએ” વગેરે છે, અને પ્રતીયમાનનું ઉદાહરણ
હે ચંચળ અને દીર્ઘ નેત્રોવાળી, લાવણ્ય અને કાન્તિથી દિશાઓને ભરી દેનાર તારું મુખ, અત્યારે મંદ મંદ સ્મિત કરી રહ્યું છે, છતાં સાગરમાં લગારે ક્ષોભ પેદા થત નથી એટલે હું માનું છું કે એ કેવળ જળ(ડ)ને રાશિ છે.” (ધ્વન્યાલેક, ૨–૨૭) ૯૧
આ લેકમાં તારું મુખ ચંદ્ર છે એવું પ્રતીયમાન રૂપક કવિએ ક્યું છે. રૂપકના આ બે પ્રકાર – એકદેશવિવતિ અને અનેકદેશવિવતિ – દીપકના જેવું જ દીપકત્વ કહેતાં બીજા પદાર્થને દીપાવવાની શક્તિ ધરાવે છે માટે એમનું નિરૂપણ દીપક પછી તરત કર્યું છે. હવે એની નવી શોભા બતાવવા માટે એને બીજી રીતે વર્ણવે છે–
२४ કવિઓ પ્રતિભાને રે બીજા અલકારની યોજના કરી તેની સહાયથી રૂ૫ને રમણીયતાની કેઈ અપૂર્વ કેટિએ પહોંચાડે છે.
એને સમજાવતાં કહે છે કે એ જ રૂપક અલંકારને કવિઓ કઈ અલૌકિક વક્રતા કહેતાં સૌદર્યની પરાકેટિએ પહોંચેલી રમણીયતાએ પહોંચાડે છે. એટલે તે જ પરમ તત્વ હોય એમ લાગે છે. એ રૂપક અલંકાર કે? તે કે બીજા અલંકારના ઉલ્લેખની સહાયવાળે, એટલે કે સસંદેહ, ઉન્મેલા વગેરે બીજા અલંકારના