________________
૩-૨૦, ૨૧, ૨૨]
વક્રાતિજીવિત ૨૩૯ જ એટલે કે વિશેષણ અને વિશેષ્યના આ સ્વભાવને લીધે જ, વદનચંદ્ર એવા સમાસનું સમર્થન થઈ શકે છે, અને તેથી જ સહુદના હૃદયસંવાદને જેરે “મુખ ચંદ્ર છે વગેરે જ માત્ર નહિ પણ “શું તારૂણ્યતરુ તણી –' વગેરે પણ રૂપક છે.
આમ, રૂપકના સામાન્ય લક્ષણને ઉલ્લેખ કર્યા પછી તેના પ્રકારની ચર્ચા કરી તેની જ વધુ સમજૂતી આપતાં કહે છે – “સમસ્ત વસ્તુવિષય”. અર્થાત્ રૂપકને પહેલે પ્રકાર તે સમસ્ત વસ્તુ વિષય, એટલે કે આખા વસ્તુને વિષય કરતુંઅહીં અર્થ એ છે કે પ્રધાનપણે વારૂપે વાક્યમાં કહેવાયેલી બધી જ અલંકાર્ય વસ્તુઓને પિતાનું સૌંદર્ય અપી રૂપકે આવરી લેવી જોઈએ. વિશેષણને આધાર હમેશાં વિશેષ્ય ઉપર હોય છે, એટલે તેમનું અલંકાર્ય તરીકે સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી અને તેથી આ પ્રકારના રૂપકમાં તેમને સ્થાન હોતું નથી. જેમ કે –
“વિઘુર્વલયરૂપી કઢ્યા (હાથીને બાંધવાની સાંકળ) અને બકપંક્તિરૂપી માળા ધારણ કરનાર મેઘને ગંભીર ધ્વનિ મારી એ પ્રિયાને દુઃખ આપી રહ્યો છે.” (ભામહ, ૨-૨૪) ૮૮
આ શ્લેકમાં વિદ્વલ્લીને કહ્યાનું અને બકપંક્તિને માળાનું રૂપે આપવામાં આવ્યું છે, પણ વાદળને હાથીનું રૂપ આપવામાં આવ્યું નથી, એટલે આ એકદેશવિવર્તિ રૂપક અલંકાર છે, એમ માનવું અત્યંત તર્કસંગત છે. કારણ, અલંકારનું કામ અલંકાર્યને શણગારવા સિવાય બીજું કશું નથી. અમે એને જે પ્રકારને રૂપક અલંકાર કહ્યો છે, તે ઉપરાંત બીજું કશું એમાં મળતું હોય તે આપણે એને રૂપકના બીજા પ્રકાર(સમસ્તવસ્તુવિષય)નું ઉદાહરણ ગણી શકત, પણ એ વાત જવા દો. બલ્ક, કહ્યા વગેરેનું વિદ્યલય વગેરેમાં આરોપણ કર્યું છે, પણ મુખ્ય વણ્ય વિષય જે મેઘ તેમાં હાથીનું આરોપણ કર્યું નથી, એટલે એ દોષ અનિવાર્ય બની જાય છે, તેથી અમે જુદી જ રીતે એનું સમાધાન કરીએ છીએ.