________________
૨૨૮ વક્રોક્તિજીવિત
[૩-૧૪, ૧૫, ૧૬ વધારે કરે છે. આવી રીતે, “કલંક્તિ(ચન્દ્ર)ને પ્રસન્ન કરતી શરદે બીજા(નાયક રૂપ સૂર્ય)ને સંતાપ વધારી દીધે એમ કહીને રૂપકાલંકાર યોજીને વેશ્યાના વ્યવહારનું આરે પણ ખૂબ સુંદર રીતે કર્યું છે. અહીં પણ પ્રતીય માનેલ્વેક્ષારૂપ રસવદલંકાર જ પ્રધાન છે અને ઉપમા વગેરે તેનાં અંગ છે, એમ પહેલાંની પેઠે સંગતિ સધાય છે.
- જ્યારે અલંકારો પ્રથમ ઉદયને કારણે સુંદર લાગતા ત્યાદિની પેઠે વર્તતા હોય ત્યારે પણ આ જ સિદ્ધાંત સહુદાએ લાગુ પાડવે. જેમ કે –
વસંતલમીએ પિતાના મુખ ઉપર ભ્રમર રૂપી અંજનના ચિતરામણથી શોભતું તિલક ધારણ કરીને પ્રભાતના સૂર્યના જેવી કમળ લાલી વડે આમ્રના પ્રવાલ રૂપી હેઠને શણગાર્યો.” (કુમારસંભવ, ૩-૩૦) ૭૧
આ લેકમાં નાયિકાના વ્યવહારના આપણરૂપ રૂપક અલંકાર શ્લેષની છાયાની મદદથી શૃંગાર રસની જેમ વર્તે છે, એટલે એ રસવદલંકાર બને છે.
જે પદાર્થો નીરસ જેવા જ હોય છે તે બધાને આ રીતે જ રસમય બનાવી શકાય છે. જેમ કે –
“પૂરાં ખીલેલાં ન લેવાને કારણે બાલચન્દ્રના જેવાં વાંકાં અત્યંત રાતાં પલાશનાં ફૂલ વસંત સાથે તરત જ સમાગમ સાધેલી વનસ્થલીઓના નખક્ષતે જેવાં શેવાં લાગ્યાં.” ૭૨ આ લોક પહેલા ઉમેષમાં ૭૫મા ઉદાહરણ તરીકે આવી ગયો છે
(પૃ. ૬૬).
બધાં કાવ્યના રહસ્યરૂપ કાષ્ઠ અને પાષાણ જેવા પદાર્થોને પણ અલંકારેને જેરે નવું ચેતન અર્પનાર, તેમ જ સહદને ચમત્કારને અનુભવ કરાવનાર આ તત્ત્વ છે.