________________
ર૬ વક્તિજીવિત
[૩-૧૪, ૧૫, ૧૬ લાગુ પડતું નથી. “પિતાથી જુદી બીજી કોઈ વસ્તુની પ્રતીતિ ન થતી હોવાથી એક જ વસ્તુને અલંકાર્ય અને અલંકાર બંને માનવ પડે, અને વર્ય વસ્તુને જ અલંકાર માનીએ તે વિરુદ્ધ ક્રિયાને દોષ આવે, એ બધા વાંધાઓને પણ બીજાં ઉદાહરણથી પરિહાર કરવામાં આવ્યું છે. જેમ કે
“હે મધુકર, તું એની ભયથી કંપતી, ચ ચલ અને તીરછી દષ્ટિને વારંવાર સ્પર્શે છે, કંઈ ખાનગી વાત કહેતે હોય એમ તેના કાન પાસે જઈને ચક્કર મારતે ગણગણે છે, હાથ હલાવતી એવી તેના પતિસર્વસ્વ અધરનું પાન કરે છે, અને તે તવાન્વેષણ કરવામાં જ મરી ગયા, ખરે. ખર ધન્ય તે તું જ છે.” (શાકુન્તલ, ૧-૨૪) ૬૬
અહીં તાત્પર્ય એ છે કે ભ્રમરમાં પ્રેમીના વ્યવહારનું આરપણ કરનાર (રૂપક નામ) રસવદલંકાર પ્રધાન એવા શૃંગાર રસની શોભા વધારે છે. અથવા જેમ કે –
કપિલ ઉપર ચીતરેલી પત્રાવલિ' ૬૭ આ લોક બીજા ઉદ્યોતમાં ઉદાહરણ ૧૦૧ તરીકે આવી ગયો છે (પૃ. ૧૬૪) ત્યાં જો.
અને એ જ રીતે આ જ ઉદ્યોતમાં આવેલું ૪૩મું ઉદાહરણ–
શંભુનાં બાણેને અગ્નિ” ૬૮ એ શ્લેકમાં રસવદલંકારનું ખંડન કરવું યોગ્ય નથી (ગ્રંથકાર પતે કરી ગયા છે, એમ કઈ કહે તે એ વાત સાચી છે. પણ અમે જે વધે લીધે હવે તે વિપ્રલંભ શૃંગારને અંગ ગણવા સામે હતા. બાકીનું તે આ દષ્ટાંતે જેવું જ હોઈ રસવદલંકાર માન્યા વગર છૂટકે નથી. (પણ કુતકે રસવને અર્થ જ બદલી નાખે છે, એ વાત ધ્યાનમાં રહે.)