________________
૨૩૪ વક્તિજીવિત
[૩–૧૮ આ કલેક ૧લા ઉમેષમાં ૨૧મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૧૬).
અહીં કરવાને તૈયાર થયું છે એ પદ સંસાર વગેરેના અસાર વગેરે અનેક ધર્મોને પ્રકાશિત કરે છે એટલે એ કેવળ દીપકનું ઉદાહરણ બન્યું છે.
. (૨) હારમાં ગોઠવાયેલે દીપક એ બીજે પ્રકાર છે. એમાં ઘણી વસ્તુઓ ઘણી વર્ણનીય વસ્તુઓની દિપક બનતી હોય છે. જેમ કે –
શ્રેષ્ઠ કવિ શબ્દોના, અનુભવી જડિયે રત્ન અને મેતીના અને વૃદ્ધ માળી પુપના સ્થાના સ્થાનને (એટલે કે કયું ક્યાં વાપરવું અને ક્યાં ન વાપરવું તે) જાણે છે.” ૮૨
અહીં કઈ એમ કહે કે પ્રાચીન આચાર્યોએ દીપકનું આ જ ઉદાહરણ આપેલું છે, અને તમે એનું ખંડન કરેલું છે, છતાં હવે તમે તમારી વ્યાખ્યાના ઉદાહરણ તરીકે એને જ ટાંકે છે, તે એમાં એવું વધારાનું શું આવ્યું, જેને આધારે તમે સિદ્ધાંતસિદ્ધ વ્યાખ્યાને અસ્વીકાર કરે છે? આ સંબંધમાં કહેવાનું કે તમારી વાત સાચી છે. પણ પૂર્વાચાર્યોએ તે વાક્યના (આદિ, મધ્ય કે અંત) કોઈ એક ભાગમાં આવેલું ક્રિયાપદ પિતાના સંબંધમાં આવેલાં અનેક નામને પ્રકાશિત કરતું હોય એવા એક જ પ્રકારના દીપકનું પ્રતિપાદન કર્યું છે, જ્યારે અમે તે એ અનેક નામે જ વર્ણનીય વસ્તુઓની કઈ વિશેષતાને પ્રકાશિત કરતાં હોઈ એ બધાં જ દીપકે છે, એવું પ્રતિપાદન કરીએ છીએ.
“સ્થાના સ્થાનને જાણે છે,” એને અભિપ્રાય એ છે કે વર્ય વિષયની શોભામાં વધારે કરે એવી કોઈ અનેરી વિશેષતા એ જાણે છે. એટલે શું? તે કે શ્રેષ્ઠ કવિ શબ્દની યેજનાની વિદગ્ધતાને લીધે કેઈ વિશેષ સૌંદર્ય ઉત્પન્ન કરે છે, અનુભવી જડિયે મિતી અને રત્નની ગોઠવણમાં અને વૃદ્ધ માળી પુછપની ગૂંથણીમાં કઈ વિશેષ સૌદર્ય ઉત્પન્ન કરે છે.