________________
૩–૧૮]
વક્રોક્તિજીવિત ૨૩૫ જોકે શ્રેષ્ઠ વગેરે શબ્દોથી બીજાં નામે સાથે પ્રતીયમાન સામ્ય (અમુક અંશે) સૂચિત થાય છે, તેમ છતાં દીપક તે તાત્પર્યમાંથી જ પ્રધાનપણે સધાય છે. અને વાયાર્થમાંથી અહીં સામ્ય સ્પષ્ટ રીતે પ્રગટ થતું નથી. જેમ કે –
ચન્દ્રનાં કિરણોથી રાત્રિનું, કમળથી નલિનીનું, પુષ્પગુચ્છથી લતાનું, હંસોથી શરદની શોભાનું, અને સજજનેથી કાવ્યનું ગૌરવ વધે છે.” (ક્વન્યાલેક, ૨-ર૭) ૮૩
આ શ્લેકમાં ચંદ્રનાં કિરણે વગેરે બધી જ વસ્તુઓથી વર્ણવેલી તે તે વસ્તુઓના સૌંદર્યમાં વધારે થાય છે એટલે એ બધી જ કર્તા સ્થાને રહેલી વસ્તુઓ દીપકે છે. બાકીનું પહેલાની. પિઠે સમજી લેવું.
૧૯
(દીપકના) બીજા પ્રકારના ત્રણ પેટા પ્રકારે છેઃ (૧) જેમાં ઘણું વસ્તુઓ બીજી ઘણી વસ્તુઓને પ્રકાશિત કરે (૨) જેમાં એક પદાર્થ બીજાને અને તે વળી ત્રીજાને પ્રકાશિત કરે એ કામ ચાલે (૩) જેમાં પ્રકાશિત થયેલા પદાર્થો બીજાને પ્રકાશિત કરે.
હારમાં ગોઠવાયેલા દીપકના બીજા પ્રકારના અવસ્થાભેદને કારણે ત્રણ પેટા પ્રકાર હોય છે. તેમાંના પહેલા પેટા પ્રકારનું વર્ણન છે જેમાં ઘણા પદાર્થો બીજા ઘણા પદાર્થોને પ્રકાશિત કરે એમ કહીને ઉપર કર્યું છે.
બીજા પેટા પ્રકારનું વર્ણન, તે પછી જેમાં એક પદાર્થ બીજાને અને તે વળી ત્રીજાને પ્રકાશિત કરે એ કેમ ચાલે એમ કહીને કરેલું છે. અહીં પ્રકાશિત કરવું અર્થ (તે પદાર્થમાં) સૌંદર્ય ઉત્પન્ન કરવું એ જ છે. એક પદાર્થ પ્રકાશિત કરે છે અને બીજો પ્રકાશિત થાય છે, આમ ક્રમ ચાલ્યા કરે છે. બીજો ત્રીજાને પ્રકાશિત કરે છે.