________________
૩-૧૩]
વક્રોક્તિ જીવિત ૨૨૧ “તારી ચિરસ્થાયી ચંદ્રિકા જેવી તેજસ્વી કીર્તિ બધા દુર્ગો ઉપર ફેલાઈ ગઈ છે અને મહેન્દ્ર પર્વત ઉપર ફરતા હાથીઓને તેણે સફેદ બનાવી દીધા છે.” પ૭
આ દાખલાઓમાં વર્ણવાયેલું, વ્યતિરેકથી પોષાયેલું મહાપુરુષનું ચરિત્ર અલંકારની શોભાને જ હાનિ પહોંચાડે છે એમ નથી, તેના પ્રસ્તુત વાક્યર્થના તાત્પર્યને પણ હાનિ પહોંચાડે છે. (આ શી રીતે તે સમજાતું નથી. -અનુ.) એટલે અહીં આ રીતે અર્થ કર જોઈએ.
ભૂતકાળના મહાપુરુષએ પાડેલા ચીલાથી ચાતરીને ચાલવા માટે, અને બીજો કઈ અસામાન્ય પુરુષ પણ ન કરી શકે એવાં પરાક્રમ કરવા માટે જોઈતું વીરત્વ એ અહીં મુખ્ય વાકયાર્થ છે. તેથી કવિ કહે છે કે એ પ્રદેશમાં લેકકૃતિમાં વિખ્યાત એવા વર પુરુષનાં પરાક્રમની વાતને પાર નથી, તેમ છતાં એ પ્રદેશમાં પણ તારાં પરાક્રમોની વાત ફેલાવાની ધૃષ્ટતા દાખવે છે.
એ જ રીતે, સમાહિતને પણ અલંકાર નહિ પણ અલંકાર્ય જ ગણવું જોઈએ. માટે જ કહ્યું છે કે “તે જ રીતે સમાહિતના બે પ્રકારે પણ અલંકાર નથી.” તે જ રીતે એટલે પહેલાં કહી ગયા તે કારણસર સમાહિત નામને અલંકાર પણ અલંકાર નથી. એની વ્યાખ્યા આ પ્રમાણે છે–
રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસની, ક્રમની ખબર ન પડે એવી પ્રશાંતિ જ્યારે બીજા રસના અનુભવો સિવાય વર્ણવાય ત્યારે સમાહિત અલંકાર કહેવાય.” (ઉદ્ભટ, ૪-૭) ૫૮
રસ, ભાવ અને એ બંનેના આભાસની, પ્રશાંતિની દશા અહીં ઉદ્દિષ્ટ છે. અને પછી આવનાર બીજા રસના તરંગથી એ મુક્ત છે. એના વ્યંજકને વ્યાપાર થંભી ગયા છે, કારણ, રદયની પહેલી વ્યંજક પ્રવૃત્તિ વિરમી ગઈ છે અને બીજા રસને લગતી એની વ્યંજક પ્રવૃત્તિ હજી શરૂ થઈ નથી. ક્રમ જાણી ન શકાય એવી