________________
૩-૧૩]
વક્રોક્તિજીવિત ર૧૯: અથવા અહીં એ વ્યાખ્યાને એ અર્થ કરવામાં આવે કે સમૃદ્ધિવાળી વસ્તુ જેમાં કે જેની હોય તે ઉદાત્ત અલંકાર, તોયે. તે બીજા શબ્દોથી વ્યક્ત થતી અને સમાસના અર્થમાંથી ફલિત થતી વસ્તુ બતાવવી તે પડે જ. કાવ્ય જ એ વસ્તુ છે એમ કહે. તે તેને કંઈ અર્થ નથી. કારણ, અલંકાર કાવ્યને હોય છે એ જાણીતી વાત છે, કાવ્ય પોતે જ અલંકાર હેતું નથી.
અથવા સમૃદ્ધિવાળી વસ્તુ જેમાં કે જેની હોય તે (ઉદાત્ત) અલંકાર એ રીતે સમાસ છોડીએ તેયે વણ્ય વસ્તુ કરતાં જુદી, અલંકાર જેવી કઈ વસ્તુ હાથ ન આવતી હોઈ, શબ્દ અને અર્થની અસંગતિરૂપ દોષ પણ આવે છે.
ઉપરાંત, ઉદાત્તને જે અલંકાર માનીએ અને જે તેમાં બીજો અલંકાર પણ વપરાયે હોય તે એવે સ્થાને સંસૃષ્ટિ કે સંકર માનવાને વારે આવશે, પણ કેઈએ ઉદાત્તને એ નામ આપ્યું નથી. વળી, રૂપકાદિ અલંકારે જેમ ગમે તે પ્રસંગે વાપરી શકાય છે તેમ ઉદાત્ત અલંકાર પણ, જ્યાં સમૃદ્ધિશાળી વસ્તુનું વર્ણન ન હોય એવા પ્રસંગે પણ, વપરાતે જોવામાં આવ જોઈએ, પણ તેવું તે જોવામાં આવતું નથી. એટલે ઉદાત્તના આ પહેલા પ્રકારને અલંકાર ગણુ એ કોઈ પણ રીતે તર્કસંગત નથી.
એ જ રીતે, ઉદાત્તના બીજા પ્રકારને પણ અલંકાર્ય ગણવે એ જ તર્કસંગત છે, નહિ કે અલંકાર ગણવો. એની વ્યાખ્યા આ પ્રમાણે છે–
જ્યાં મહાપુરુષનું ચરિત્ર મુખ્ય ઘટનારૂપે નહિ પણ ગૌણરૂપે આવ્યું હોય ત્યાં ઉદાત્ત અલંકાર માન).” (ઉદ્ભટ, ૪-૮) પપ ખગઘ.
અહીં વાક્યર્થતત્વને જાણનારા એ વિદ્વાને (ઉદ્ભટે) પોતે જ વિચાર કરવો જોઈએ કે ગૌણરૂપે આવેલા મહાપુરુષના ચરિત્રને પ્રસ્તુત વાક્યાથે સાથે કંઈ સંબંધ છે કે નહિ? જે હોય તે તે