________________
૩-૧૩]
વક્રોક્તિજીવિત ૨૫૦ વિભુ એવા શિવને પણ પડતા હોય તે (બીજા) કોને ન પીડે?” (કુમારસંભવ, ૪-૯૫) ૫૪ આ ચર્ચા તે અમે પ્રસંગોપાત્ત કરી.
ભરતમુનિના રસસિદ્ધાંતના જ્ઞાતા અને આ વિષયના પારંગત એવા એ વિદ્વાન(ઉદ્ભટ)ને અમારે એ પૂછવું છે કે અહીં વર્ણવાયેલા ભગવાન શિવ રસાભાસને વિષય છે કે નથી? ઔચિત્ય-અનેચિત્યની ચર્ચાને શું અર્થ છે? તમે આ પ્રશ્નને જે જવાબ આપ તે દલીલ ખાતર સ્વીકારી લેવાને અમે તૈયાર છીએ. તેમ છતાં, તમે કહો તે શિવની ભાવરૂપ કે ભાવાભાસરૂપ ચિત્તવૃત્તિને વિશેષ જ પ્રધાનપણે વર્ણવાતે હેઈ, તે અલંકાર્યું જ રહે છે (અલંકાર બની જ નથી).
હે શલ્ય, કર્ણ કદી બે વાર બાણ ચડાવે છે?” એ દાખલામાં મુખ્ય વાક્યર્થ લકત્તર પુરુષાર્થની બડાશ મારનાર વીર પુરુષની સહજ ઉત્સાહથી સીંચાયેલી ચિત્તવૃત્તિ સિવાય બીજે કશે નથી. બીજી વાર બાણ ચડાવવાનો વિચાર સુધ્ધાં પિતાના વીર સ્વભાવનું અપમાન છે એમ માનનાર કહ્યું “કર્ણ કદી બીજી વાર બાણ ચડાવે છે? એ પ્રશ્ન પૂછીને એની સંભાવના જ રહેવા દીધી નથી. કણે પિતાને માટે વાપરેલું “કર્ણ એવું અભિધાન પુરુષવકતાને કારણે તેને પૌરુષને પિષે છે. “શલ્ય” એવું સંબોધન પણ અહીં રૂઢિવૈચિત્ર્ય દર્શાવે છે. “પાર્થ” શબ્દ પણ અહીં સાભિપ્રાય છે. અહીં જે બીજો કોઈ પણ માણસ હોત તે તેને સામને બીજા કોઈ પણ જાતના અસથી થઈ શકત અને તે તેને નાશ કરત એ સંભવ માની શકાત. આ બધું આપણે સંદર્ભ ઉપરથી સમજી શકીએ છીએ. “પાછું આવતાં એ હેતુ દર્શાવે છે – અર્જુનને મારવા. એ બાણ મહામહેનતે પિતાની મેળે પાછું બાવ્યું છતાં સ્વાભિમાની કણે તેને પાછું કાઢ્યું. એમ સ્વાભિપનને ઉત્કર્ષ પ્રકરણથી સમજાય છે. આ ઉદાહરણ એ જ ઊજિત