________________
ર૧૬ વક્રોક્તિ જીવિત
[૩-૧૩ અલંકાર બની જાય છે, તે અનૌચિત્ય કયું છે? કારણ, અનૌચિત્ય એ ઔચિત્યનું વિરોધી છે, એટલે એનાથી પ્રતીત થતા રસભાવા દિના પરિપષને જ હાનિ પહોંચે છે એટલું જ નહિ પણ તેના સૌંદર્યને જ નાશ થાય છે. માટે જ કહ્યું છે કે –
અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કઈ કારણ નથી.” (વન્યા, ૩-૧૪) પ૩
કદાચ કોઈ એમ કહે કે અહીં જે અનૌચિત્ય કહ્યું છે તે સાચું અનૌચિત્ય નથી, પણ અહીં જે વિભાવ, અનુભાવ અને
વ્યભિચારી ભાવે ઔચિત્યપૂર્વક જાય છે, તેનાથી બીજે તે નિરવ રસની પ્રતીતિ થાય છે અને તેથી ત્યાં અનૌચિત્ય નથી હતું, પણ અહીં આ શ્લેકમાં વિશિષ્ટ સંદર્ભને કારણે અનૌચિત્ય અનુભવાય છે, અને તેથી જ કામક્રોધાદિને કારણે” એમ કહીને અનૌચિત્યને વાજબી ઠરાવવામાં આવ્યું છે. પણ આ દલીલ બરાબર નથી. કારણ, ઔચિત્યપૂર્વક પરિપષ પામેલા રસના નિરૂપણમાં કામાદિ કારણોને લીધે કંઈક અનૌચિત્યપૂર્વક રસનું કે ભાવનું નિરૂપણ, સામાન્ય માણસોની બાબતમાં કરી શકાય, પણ આ
લેકમાં છે તેમ શિવ જેવા સર્વસંપૂર્ણ પાત્રની બાબતમાં તે એવું ચાલે જ નહિ. ઔચિત્યપૂર્વક નિરૂપાયેલે રસ તે ઉચિત વિભાવાદિને કારણે અને કવિકૌશલથી પ્રાપ્ત થયેલા સૌંદર્યને લીધે સ્વાભાવિક રમણીયતા ધરાવતું હોવાને કારણે, ચન્દ્રની કૌમુદી જેમ ચન્દ્રકાન્ત મણિને પિગળાવે છે, તેમ પિતાના પરમ સૌંદર્યથી સહુદયના હદયને આશ્ચર્યથી ભરી દે છે. એ રસ કામાદિ મુદ્ર કારણને લીધે ઝાંખે પડી અલંકાર રૂપે શી રીતે ભાસે? અને તેથી જ ઉત્તમ કવિઓ એ પ્રસંગે પણ, બીજા પ્રસંગોની પેઠે રસને સંચાર કરે છે. એ રીતે જ પ્રશસ્ય છે. જેમ કે –
પાર્વતીને તરત મળવાની ઉત્સુકતાવાળા પશુપતિ શિવે પણ કેટલાક દિવસ ભારે કષ્ટથી વિતાવ્યા. પ્રેમના એ ભાવે