________________
ર૧૪ વક્રોક્તિજીવિત
[૩-૧૩. સંકર નામના અલંકાર માનવા પડે. પ્રશંસાયુક્ત વાક્યોવાળાં પ્રેયસ્ અલંકારનાં ઉદાહરણને આલંકારિકેએ સંસૃષ્ટિ કે સંકરનાં ઉદાહરણ આ પહેલાં કદી કહ્યાં નથી. કારણ, એવી પ્રતીતિ જ થતી નથી. જેમ કે –
ચન્દ્રમાંનું કલંક, સ્મરવિજયી શંકરને કંઠ, મુરારિ કૃષ્ણ, દિગ્ગજેનાં મદરૂપી મેશવાળાં ગંડસ્થળે તે હજી પણ કાળાં ને કાળો જ રહ્યાં છે, તે પછી તે પૃથ્વીના તિલકરૂપ રાજા, તારા યશે ધણું શું કર્યું, એ કહેશે?” ૪૮
આ લેકમાં રાજાની પ્રશંસા એ અલંકાર્ય છે અને વ્યાજ સ્તુતિ એ અલંકાર છે. અહીં બે અલંકારેની પ્રતીતિ થતી નથી એટલે અહીં સંકર કે સંસૃષ્ટિ છે એમ ન કહી શકાય. વળી, પ્રેયસ અને વ્યાજસ્તુતિ ઉપરાંત કેઈ ત્રીજી વસ્તુની પ્રતીતિ પણ અહીં થતી નથી, જેને અલંકાર્ય કહી શકાય.
આ જ વાંધે બીજી રીતે દર્શાવતાં કહે છે કે “બીજા અલં. કારેની પેઠે, પ્રશંસા ન હોય એવે સ્થળે પણ એ જોવામાં આવતું હવે જોઈએ.” એટલે કે આપણે પ્રેયસને અલંકાર માનીએ તે
ત્યાં પ્રશંસા ન હોય એવે સ્થળે પણ, ઉપમાદિ બીજા અલંકારોની પેઠે એને એટલે કે પ્રેયસૂને ઉપયોગ થયેલે મળ જોઈએ, પણ તે મળતું નથી. તેથી રસવની પેઠે પ્રેયસ્ પણ તર્કસંગત રીતે અલંકાર ગણાવાને લાયક નથી. એ બંનેની સ્થિતિ સરખી
આમ, પ્રેયસને અલંકાર તરીકે અસ્વીકાર કર્યા પછી, વર્ણ વસ્તુરૂપ હેવાથી, તેના જેવા બીજા અલંકાને પણ અસ્વીકાર,
૧૩ • એ જ રીતે, ઊજસ્વી અને ઉદાત્ત એ બે પણ અલકાર નથી, તે જ રીતે, સાહિતના બે પ્રકારે પણ અલંકાર નથી.