________________
૨૧૨ વક્રોક્તિજીવિત
[૩-૧૨પણ હોય એમ કહેવું તર્કસંગત નથી. એક જ ક્રિયાની બાબતમાં એકી વખતે એક જ વસ્તુ કર્મ પણ હોય અને કરણ પણ હોય એમ કહેવું તર્કસંગત નથી. જેમાં એક જ વસ્તુ કર્મ પણ હોય અને કરણ પણ હોય એવાં વાક્યો મળી આવે છે. જેમ કે –
તું તને તારા વડે જાણે છે, તું તારા વડે તને સર્જે છે, તારા પિતાના જ કાર્યથી તું તારામાં લય પામે છે.” ૪૭
એમ જો કોઈ કહે છે તે પણ અસંગત જેવું જ છે. કારણ, અહીં વાસ્તવમાં અભેદ હોવા છતાં કાલ્પનિક ઉપચારથી વિભાગ પાડીને વ્યવહાર કર્યો છે. ઉપરાંત, પરમેશ્વર વિશ્વમય હોવાથી અને વિશ્વ પરમેશ્વરમય હોવાથી સાચેસાચ એ બે વચ્ચે અભેદ હોવા છતાં ઈશ્વરનું માહાત્મ પ્રતિપાદન કરવા માટે પ્રત્યેક વસ્તુને સ્વભાવ જુદે હોવાને લીધે વૈવિધ્યસભર જગતપ્રપંચની રચનામાં, બધા પ્રમાતાઓ વડે અનુભવાતા ભેદની પ્રતીતિનું કઈ પણ રીતે અતિક્રમણ થતું નથી (એટલે કે ભેદને અનુભવ થાય જ છે). તેથી એ દાખલામાં તે ઈશ્વર જ એક એવે છે જે કેઈને પ્રાપ્ય હોઈ જાણવું વગેરે ક્રિયાનું કર્મ પણ બની શકે છે અને કશાકને સાધક હેઈ કરણ પણ બની શકે છે, અને છતાં એમાં કશું અસંગત નથી. પણ આ પ્રેયસના ઉદાહરણમાં તે બે વસ્તુ અલગ પાડવાને પ્રયત્ન કરવા છતાં બે અલગ વસ્તુઓ હાથ આવતી નથી, તેથી પિતાના સ્વરૂપ સિવાય બીજા કશાની પ્રતીતિ થતી ન હોવાથી વગેરે જે દોષ અમે રસવદલંકારની બાબતમાં બતાવ્યું છે, તે અહીં પણ લાગુ પડે છે. અને જો બે વસ્તુ અલગ ન પાડી શકાતી હોય તે એકની એક વસ્તુ અલંકાર્ય અને અલંકાર પણ બને એવી સ્થિતિ પેદા થાય, અને રસવની પેઠે પ્રેયસમાં પણ બે વિરોધી ક્રિયાને દોષ આવે અને માટે જ અમે પહેલાં (૧–૧૩) કહી ગયા છીએ કે “કેઈ કદી પિતાના ખભા ઉપર ચડી શક્ત