________________
૨૨૨ વાક્તિજીવિત
[૩-૧૩
આ પ્રશાંતિની દશા સુધ્યાસમય જેવી છે, જેમાં દિવસનું અજવાળું ખબર ન પડે એ રીતે ધૂંધળું થતું જાય છે. આ સમાહિત નામને -સ્વભાવસુંદર અલંકાર ઉત્તમ કવિએ પણ ભારે પ્રયત્ને રચી શકે છે, અને કાવ્યરસિકાને એ આનંદ આપનાર થઈ પડે છે. જેમ કે—
આંસુથી ખરડાયેલી આંખાની રતાશ ચાલી ગઈ, ભવાનું ચઢવાનું અને હાઠનું ફેફડવાનું ખંધ થઈ ગયું, ગાલ સુધી પહોંચેલા તારા ક્રોધ ગાઢ સ`સ્કારને કારણે બીજા કોઈ ભાવને પેસવા દેતા નથી.’” ૫૬
આ દલીલ પણ નકામી છે. કારણ, કોઈ રસના અસ્તિત્વ ઉપર જ એના અસ્તિત્વના આધાર છે. અને રસા તે મધા ચિત્તવૃત્તિરૂપ જ હોય છે. એટલે તેમને જો અલંકાર ગણીએ તેા તેમની વિરુદ્ધની ચિત્તવૃત્તિઓને પણ અલ'કાર ગણવી પડે, અને તે કોઈ રીતે ચેાગ્ય નથી.
ઉપરાંત, અહીં વણ્ય વિષય પ્રધાન ચેતનરૂપ છે. એને સ્વભાવ જ એવા છે કે એ પેાતા સિવાય બીજા કશાની વ્યંજનાને સહી ન શકે. આમ, કેવળ સ્વભાવથી જ એ પાતા સિવાય બીજા કોઈ પદ્માના સ ંપર્કને સહી શકતા ન હોઈ, પહેલાં કહેલા દોષ જ અહીં પણ અનિવાય થઈ પડે છે, કે પાતા સિવાય બીજા કેાઈ પદ્માની પ્રતીતિ ન થતી હાર્ટ (અહી' કાઈ અલકાર છે એમ માની ન શકાય.)
જોકે ખીજા કેટલાકેાએ સમાહિત અલંકારની બીજી રીતે વ્યાખ્યા આપી છે, અને તેમ છતાં તે પણ અલંકાર થઈ શકે એમ નથી. માટે જ કહ્યું છે કે—
“સમાહિત અલકારના બે પ્રકારો પણ અલંકાર નથી.’’ ૬૦ પહેલાં કહેલા પ્રકારના સમાહિત અને આ ખીજા પ્રકારના સમાહિત પણ અલંકાર થઈ શકે એમ નથી. એ ખીજા પ્રકારની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે છે—