________________
૨૨૦ વક્તિજીવિત
[૩–૧૩ એમાં લીન થઈ ગયું નથી અને તેને અલગ નિર્દેશ થયે છે એટલે બીજા શબ્દાર્થોની પેઠે તેને પણ એને એક અવયવ કહેતાં " ભાગ જ કહે વાજબી છે, જેમ હાથ વગેરેને શરીરના ભાગ કહીએ છીએ. જે સંબંધ નથી એમ કહે તે એને વાક્યર્થ સાથે સંબંધ નથી એટલે બીજા વાક્યમાંના શબ્દાર્થની પેઠે એનું અસ્તિત્વ જ સંભવતું નથી, પછી એ અલંકાર હેવાની તે વાત જ શી ?
કદાચ અહીં કોઈ એમ કહે કે એવાં વાક્યોમાં આવેલા રૂપકાદિ અલંકારને પણ મુખ્ય વાક્યર્થ સાથે સંબંધ હોય છે, તે એ સંબંધને કારણે તે પણ અલંકાર મટી જાય છે, એમ કહેવું જોઈએ. એને જવાબ એ છે કે વાત સાચી છે, પણ એ સંબંધ બે પ્રકાર હોય છે. કેઈ વાર બીજા દોષેની પેઠે તે પ્રસ્તુત તાત્પર્યાર્થના અંગરૂપ હોય છે, તે કોઈ વાર તે બીજા અલંકારેની પેઠે મુખ્યાર્થીની શોભામાં માત્ર વધારે કરનારરૂપે હોય છે. સંબંધ જે પ્રસ્તુત તાત્પર્યાના અંગરૂપે હોય તે એને લગતી દલીલ આ પહેલાં આવી જ ગઈ છે. જે શોભામાં વધારે કરનારરૂપે સંબંધ હોય તે મહાપુરુષોના ચરિત્રની બાબતમાં જે વાંધાઓ બતાવ્યા તે બધા જ અહીં પણ લાગુ પડ્યા વગર ન રહે. જેમ કે ઉદાત્તથી વિરુદ્ધ એવા અનુદાત્તને પણ અલંકાર ગણ પડે; જે એમાં બીજો અલંકાર વપરાયે હોય તે બે અલંકારની સંસૃષ્ટિ કે સંકર છે એમ માનવું પડે અને જ્યાં ઉદાત્ત ન હોય એવા સ્થાને પણ બીજા અલંકારોની પેઠે એ વપરાયેલે મળવું જોઈએ.
પૂર્વાચાર્યોએ પરંપરા પ્રત્યેના આદરપૂર્વક સંગત ઉદાહરણ આપીને આ અલંકારનું પ્રતિષ્ઠાન કરવાને પ્રયત્ન કર્યો છે, તેમ છતાં, એ પણ વર્ણ વસ્તુના ભાગરૂપ જ હોઈ, એ સહુના ધ્યાનને સહેજ પણ પાત્ર નથી. જેમ કે –
(એ તૂટક કલેકનો કશે અર્થ થઈ શકતું નથી.) પ૬