________________
૨૧૮ વક્રોક્તિજીવિત
[૩-૧૩ ચિત્તવૃત્તિ. આમ અહીં પ્રધાન ચેતન પદાર્થનાં લક્ષણવાળી અતિશયયુક્ત વિશેષ ચિત્તવૃત્તિ એ વસ્તુસ્વભાવ જ છે, અને એનું જ અહીં મુખ્યભાવે વર્ણન કરેલું છે, એટલે એ અલંકાર્ય છે, અલંકાર નથી.
પહેલાં કહ્યું છે તેમ
“વસ્તુનું ઉત્કર્ષશાળી સ્વભાવથી સુંદર રૂપે કેવળ વક શબ્દ દ્વારા વર્ણન તે વસ્તુની અથવા અર્થની વકતા કહેવાય.” (૩–૧)
તેથી રસ, ભાવ અને તેના આભાસ એ આવી ચિત્તવૃત્તિ જ હોઈ, એ બધી ઈચ્છીએ તે અલંકાર્યમાં જ સમાવેશ કરી શકીએ, અને તેમને અલંકાર ગણવા એ કઈ રીતે મેગ્ય નથી. આમ, રસવત્ વગેરેની બાબતમાં જે વાંધા રજૂ કર્યા હતા તે બધા જ અહીં ઊર્જવીને પણ લાગુ પડે છે. એ જ રીતે “હું તને મારીશ એવી મનમાં બીક રાખીશ નહિ” -એ ઉદાહરણને પણ આ જ વાત લાગુ પડે છે અને તેથી તેની સ્વતંત્ર ચર્ચા કરવાની જરૂર નથી.
એ જ રીતે, ઉદાત્તના બંને પ્રકારે પણ અલંકાર્ય જ હોઈ તેમને અલંકાર માનવા ગ્ય નથી. તેમાં પહેલાની તે વ્યાખ્યાને જ અર્થ કર મુશ્કેલ છે. એ વ્યાખ્યા એવી છે કે –
“અદ્ધિ કહેતાં સમૃદ્ધિવાળી વસ્તુ તે ઉદાત્ત.” (ઉભટ, ૪–૮) પપ ક
એને અર્થ કરીએ તે એમ થાય કે વસ્તુ એ ઉદાત્ત અલંકાર છે. કેવી વસ્તુ એમ પૂછતાં જે એ વસ્તુને સમૃદ્ધિશાળી એવું વિશેષણ લગાડવામાં આવે તે અર્થ એ થાય કે સમૃદ્ધિશાળી વસ્તુ, જે પિતે વર્ણનને વિષય છે, તે જ અલંકાર છે. આમ, એક જ વસ્તુમાં બે વિરોધી ક્રિયારૂપ દેષ અનિવાર્ય બની જાય. છે. વળી વણ્ય વસ્તુ સિવાયની બીજી કોઈ વસ્તુની પ્રતીતિ ન થતી હોઈ ઊર્જસ્વીની પેઠે ઉદાત્ત પણ, તર્કસંગત રીતે, અલંકાર ઠરી ન શકે.